વકીલે પોતાની લગ્ન કંકોત્રી મા એવુ લખાણ લખાવ્યુ કે તમે જોતા જ રહી જશો…જુઓ શુ છે

હાલમાં જ દિવાળી બાદ લગ્નનો માહોલ શરૂ થઈ જશે, ત્યારે લગ્નને લઈને અનેક પ્રકારની અવનવી ઘટનાઓ વાયરલ થશે, ત્યારે હાલમાં જ વકીલે પોતાની લગ્ન કંકોત્રી મા એવુ લખાણ લખાવ્યુ કે તમે જોતા જ રહી જશો. આપણે જાણીએ છે કે ગુજરાતીઓમાં તો કંકોત્રી વિના લગ્ન જ અધુરા ગણાય. સૌ પ્રથમ લગ્નની કંકોત્રી લખાઈ છે. આજે અમે આપને એવી જ અનોખી લગ્નની કંકોત્રી વિશે જણાવીશું. આજના સમયમાં લોકો કંકોત્રીમાં કોઈ મેસેજ લખાવતા હોય છે.

સોશીયલ મીડિયામાં  એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં પેમેન્ટ માટે ક્યૂઆર કોડ પણ આપ્યો હતો જેથી લોકો ઓનલાઈન ચાંદલો લખાવી શકે તેમજ હાલમાં જ આવું જ અનોખું લગ્ન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, આસામના ગુવાહટીમાં એક વકીલે એવું વેડિંગ કાર્ડ છપાવ્યું છે, તે લોકો માથુ ખંજવાળવા લાગ્યા હતા. હકીકતમાં આ લગ્નના કાર્ડની થીમ સંવિધાન છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કાર્ડમાં ન્યાયનો સિમ્બોલ અને બીજી બાજૂ વર અને વધુના નામ લખેલા છે.

આ લગ્નનો વરરાજો વકીલ છે જેથી તેને લગ્નની નિમંત્રણ પત્રિકામાં ભારતીય વિવાહ સંબંધિત કાયદા અને અધિકારોને દર્શાવ્યા છે. સૌથી ખાસ વાતે છે કે, આ કાર્ડમાં લખ્યું છે કે, વિવાહનો અધિકાર ભારતીય સંવિધાન આર્ટિકલ 21 અંતર્ગત જીવનનો અધિકાર એક સંવૈધાનિક છે. મારા આ ફંડામેંટલ અધિકારનો ઉપયોગ કરવાનો સમય રવિવાર એટલે કે, 28 નવેમ્બર 2021 છે.

જ્યારે વકિલોના લગ્ન થાય છે તો તેઓ હા નથી બોલતા, પણ તેઓ કહે છે કે અમે નિયમો અને શરતોનો સ્વિકાર કરીએ છીએ . ખરેખર સોશીયલ મીડિયામાં લોકો આ કાર્ડ વિશે અનેક હાસ્યપ્રદ કોમેંટ્સ કરી છે. આ વેડિંગ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક યુઝર્સે કહ્યું કે, આ લગ્નના કાર્ડને વાંચીને અડધો ક્લેટ સિલેબસ પુરો થઈ ગયો. બીજા યુઝર્સે લખ્યું કે, પંડિતજીની જગ્યાએ જજને બોલાવવા જોઈએ. આ લગ્નનું કાર્ડ ઘણા લોકોને પસંદ આવ્યું છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *