Gujarat

લાંબા સમય બાદ કચ્છના રાજપરિવારમાં લગ્ન ! જુઓ રોયલ લગ્નની તસવીરો

ચારો તરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે કચ્છના રોહા ઠાકોરના કુંવર અક્ષયરાજસિંહના લગ્ન રાજસ્થાનના મેવાડના રાણાજી કા ગુધા જાગીરના ઠાકોરના પૌત્રી સાથે કોટામાં યોજાયા. આ લગ્ન ખૂબ જ અતિ ભવ્ય અને આલીશાન યોજાયા છે. કચ્છના રોહા ઠાકોરના કુંવરના લગ્ન જોઈ સૌની જિજ્ઞાસાને સંતુષ્ટિ મળશે.

રાજપરિવારના ભાયાત એવા રોહા ઠાકોરના કુંવર અક્ષયરાજસિંહ જાડેજાના લગ્ન રાજસ્થાનના કોટા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. કચ્છની 35 જાગીરોમાંની સૌથી મોટી કહેવાતી રોહા જાગીરના ઠાકોર પુષપેન્દ્રસિંહના પુત્ર અક્ષ્યરાજસિંહના લગ્ન રાજસ્થાનના રાણાજી કા ગુધાના ઠાકોર ગણપતસિંહ શખતાવતના પૌત્રી સુદિક્ષા કુમારી સાથે યોજાયા હતા.

લાંબા સમય બાદ કચ્છ રાજપરિવારમાં લગ્નપ્રસંગ બનતા અનેક રાજપરિવાર આ રોયલ વેડિંગમાં જોડાયા હતા. રાજસ્થાનના પ્રખ્યાત મેવાડ રિયાસતમાં આવતા રાણાજી કા ગુધા જાગીરના ઠાકોર પરિવારના કુમારીના લગ્ન હોતાં રાજસ્થાનના કોટામાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતા.

રાજસ્થાનના પ્રખ્યાત મેવાડ રિયાસતમાં આવતા રાણાજી કા ગુધા જાગીરના ઠાકોર પરિવારના કુમારીના લગ્ન હોતાં રાજસ્થાનના કોટામાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતા.

કોટાના મહારાવ ઇજયરાજ સિંહ બહાદુર, બુંદીના મહારાવ વંશવર્ધન સિંહ ઉપરાંત અમેઠ, સુખેડા, ડુગારી, ગડા, કર્જાલી, પારા, ઉમરી જેવી રાજસ્થાન મધ્યપ્રદેશની જાગીરોના ઠાકોર ઉપરાંત કચ્છ રાજપરિવારના વેવાઈ એવા પંચેટ અને કોધ જાગીરના પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!