લગ્નના મંડપમાં વરરાજા એક સાથે ત્રણ દુલ્હન સાથે ફર્યા ફેરા, છ બાળકોએ પણ આપી માતા -પિતાના લગ્નમાં હાજરી આપી…
હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં લગ્નને લઈને એવા એક ચોંકાવી દેનાર ઘટના સામે આવી છે, જે સિંગલ યુવાનો માટે જાણે શરમજનક વાત છે. ખરેખર આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને લગ્ન કરવા માટે કોઈ છોકરી નથી મળી રહી. પરંતુ મધ્યપ્રદેશમાં એક વ્યક્તિએ એક સાથે 3 ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. એટલું જ નહીં આ લગ્નમાં વ્યક્તિના 6 બાળકોએ પણ ભાગ લીધો હતો.
આવું ક્યારેય તમે સાંભળ્યુ હશે કે, માતા પિતાનાં લગ્નમાં તેમના બાળકો પણ હોય! લગ્ન કરનાર યુવક છેલ્લા 15 વર્ષથી આ 3 ગર્લફ્રેન્ડ સાથે લીવ-ઈનમાં રહેતો હતો. તો ચાલો જાણીએ આ વિચિત્ર પ્રેમની અદભુત કહાની.આ અનોખો કિસ્સો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો છે. અહીં આદિવાસી સમાજના એક વ્યક્તિએ 3 ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. આ લગ્ન આદિવાસી રીત-રિવાજ મુજબ થયા હતા. વરનું નામ સમર્થ મૌર્ય છે, જે નાનપુર વિસ્તારના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે.
નવાઈની વાત એ હતી કે આ લગ્નમાં આ ત્રણેય પ્રેમિકાના 6 બાળકો પણ સામેલ થયા હતા. તેઓ બધા તેમના માતા-પિતા અને સાવકી માતાના લગ્નથી ખૂબ જ ખુશ છે. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્નની કંકોત્રી છપાવવામાં આવી હતી જેમાં વરરાજા સાથે તેની 3 દુલ્હનોના નામ પણ લખવામાં આવ્યા હતા. આખા ગામને લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને વ્યક્તિના 6 બાળકોએ આ લગ્નમાં ખૂબ ડાન્સ કર્યો હતો.
હવે તમે વિચારતા જ હશો કે પુરુષે એક સાથે 3 મહિલાઓ સાથે લગ્ન કેવી રીતે કર્યા? હકીકતમાં, આદિવાસી ભીલાલા સમુદાયમાં આ સામાન્ય છે. લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેવું કે બાળકો જન્માવવું એ કોઈ મોટી વાત નથી. તે જ સમયે, ભારતીય બંધારણના અનુચ્છેદ 342 મુજબ, આ આદિવાસી રિવાજો અને વિશિષ્ટ સામાજિક પરંપરાઓના રક્ષણ હેઠળ થઈ શકે છે. તેથી સમર્થ મૌર્યના લગ્ન એકસાથે 3 દુલ્હન સાથે ગેરકાયદેસર કહેવાશે નહીં.
વર સમર્થ મૌર્યનું કહેવું છે કે તે લગભગ 15 વર્ષથી આ 3 દુલ્હન સાથે લીવ-ઈનમાં રહેતો હતો. તેને દરેક ગર્લફ્રેન્ડથી બે બાળકો પણ છે. દરેક યુવતી તેને અલગ અલગ સમયે મળી અને તે સમયે તે ગરીબ હોવા છતાં લગ્ન કરી શક્યો ન હતો. તેથી જ તે આટલા વર્ષો સુધી લીવ-ઈનમાં રહ્યો. તે ત્રણેય ગર્લફ્રેન્ડ સાથે પતિની જેમ રહેતો હતો.
વર સમર્થે એમ પણ કહ્યું કે આદિવાસી ભીલાલા સમુદાય લિવ-ઈન અને બાળકો જન્મવાની સ્વતંત્રતા આપી શકે છે, પરંતુ જો લગ્ન કાયદા મુજબ ન થાય તો સમાજના લોકો વર-કન્યાને શુભ પ્રસંગમાં ભાગ લેવા દેતા નથી. કાર્યો તો એક કારણ એ પણ હતું કે તેણે 15 વર્ષ પછી લગ્ન કર્યા જેથી હવે તે અને તેની ત્રણ પત્નીઓ માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકે.