લગ્નગાળા પર કોરોના નુ ગ્રહણ લાગ્યુ ! હવે 400 ની જગ્યા એ આટલા લોકો ને જ મંજુરી….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોનાની પ્રથમ લહેર તો એટલી ઘાતક ન હતી કારણ કે સમયસર લોક ડાઉન પડવાથી લોકોના જીવ બચી ગયા હતા પરંતુ આપણી લાપરવાહીનાં કારણે જ્યારે બીજી લહેર આવી ત્યારે કોરોનાનો કહેર એવો વધ્યો હતો કે ના તો લોકડાઉન હતું અને લોકો મરી રહ્યા હતા અને સ્મશાનમાં પણ જગ્યા નહીં અને હોસ્પિટલમાં પણ જગ્યા નહીં અને લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા હતા ત્યારે આ પરિસ્થિતિ દુઃખ દાયી અને ન ભૂલી શકાય એવી હતી, ત્યારે ફરી એખ વખત ત્રીજી લહેર સામે સુરક્ષિત રહેવા સરકારે જરૂરી નિયમો બહાર પાડ્યા હતા.
હાલમાં જ્યારે 7 જાન્યુઆરીએ ગુજરાત સરકારે કોરોના વાયરસ ની ગાઈડલાઇન્સ જાહેર કરેલ ત્યારે તેમાં લગ્ન સંબંધમાં 400 વ્યક્તિઓને છૂટ આપી હતી, જ્યારે હવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાણવા મળ્યું છે કે,સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે. એક તરફ કમુરતા પૂર્ણ થતાં ની સાથે જ 15 જાન્યુઆરીથી લગ્નસરા શરૂ થઈ રહ્યાં છે. હવે આવા સમયમાં સરકારે પહેલા 400 વ્યક્તિની છૂટ આપી હતી અને હવે આ સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જરૂરી નિયમો જણાવેલ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સરકારે ગાઇડલાઇન બદલી છે જેથી હવે લગ્ન સમારોહમાં હવે 400ને બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને તારીખ 22 જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આ પહેલા સરકારે 7 જાન્યુઆરીએ ખુલ્લી જગ્યામાં લગ્ન માટે 400 લોકોની છૂટ હોવાની જાહેરાત કરી હતી. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.જે પણ નિયમો લેવામાં આવી રહ્યા છે, એ આપણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે જેનું આપણે પાલન કરીએ.
