Gujarat

ઘરમાં લગ્નના માહોલમાં લગ્ન ગીતોને બદલે મોતના શોક છવાયો, બની એવી દુર્ઘટના કે, વરરાજાનો મિત્ર અને સાળાને…..

દિવસે ને દિવસે રોડ અક્સ્માતની ઘટના બને છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે તમે જાણીને આશ્ચર્ય પામી જશો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજસ્થાનનાં બાડમેરમાં શુક્રવારના રોજ અચાનક થયેલ ભયાનક અકસ્માતમાં વરરાજાના સાળા અને મિત્રનું મોટ થયું. સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, સ્વિફ્ટ કારે રોડની સાઈડમાં ઉભેલા બે યુવકોને ટક્કર મારતા લગભગ 10 ફૂટ સુધી ઉછાળ્યા હતું.

આ ઘટનામાં રસ્તા પર પટકાવાથી માથું ફાટી જવાથી બંને મોતને ભેટ્યા હતા.આ દુઃખ બનાવ બનતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ 3 યુવકો વરરાજાની કારને શણગારી રહ્યા હતા. તે દરમિયાન મોકલસર તરફથી એક સ્પીડમાં આવતી સ્વીફ્ટ કારે 100ની ઝડપે વરરાજાની કાર પાસે ઉભેલા 3 પૈકી 2 યુવકોને ટક્કર મારી હતી.

બંને યુવકોને સ્વિફ્ટ કારે ટક્કર મારચા હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. સ્વિફ્ટ કાર રસ્તા પર પાર્ક કરેલા બે-ત્રણ વાહનોને અથડાઈને બંન્ને યુવકોને લગભગ 10-15 ફૂટ સુધી ઢસડી ગઈ હતી.અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બંને ઘાયલોને સિવાનામાં પ્રાથમિક સારવાર બાદ બાલોતરા (બાડમેર) રિફર કરવામાં આવ્યા હતા. બાલોતરામાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના ની જન પોલીસ ને થતા તપાસ બાદ પોલીસે વાહન જપ્ત કર્યું છે. પરિવારજનો દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો છે.આ ઘટના ખુબ જ દુઃખ દાયી છે કારણ કે, શુક્રવારે રાત્રે વર ઘનશ્યામ અને કન્યા ખુશ્બુના લગ્ન થયા હતા. વહેલી સવારે માર્ગ અકસ્માતમાં વરરાજાના સાળા અને મિત્રનું મોત થતાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. ખાસ વાત એ કે, લગ્નના માંડવે જાન આવી પહોંચી હતી. આ કારણે સાદગીથી લગ્ન પુર્ણ કરાયા હતા.

શનિવારે વહેલી સવારે જાનને વિદાય આપવામાં આવી હતી. અકસ્માતને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.જોધપુર લોહાવતથી જાન હિંગળાજ માતા થાન સિવાના જઈ રહી હતી. સિવાનામાં કારને સજાવટ માટે સામાન ખરીદવા માટે ભરતકુમાર પુત્ર શંકરલાલ રહેવાસી હિંગળાજ માતા થાન સિવાના અને રાજેશપુરી પુત્ર ભંવરપુરી ગોસ્વામી નિવાસી લોહાવત જોધપુર સંજીવની કોમ્પ્લેક્સમાં રોકાયા હતા. તે દરમિયાન મોકલસર તરફથી પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે બંને યુવાનોને ટક્કર મારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!