ભાવનગરના પરીવારે બનાવો અદ્ભૂત કંકોત્રી જે લગ્ન બાદ કચરા મા નાખવાની જરુર નહી પડે ! આવી રીતે ઉપયોગ મા લય શકાશે
હાલમાં કમુરતા પુરા થતાની સાથે જ લગ્નનો માહોલ ચારોતરફ છવાઈ ગયેલો છે, ત્યારે હાલમાં સૌ કોઈ લોકો લગ્ન ધામધૂમ થી કરી રહ્યા છે. લગ્ન દરમીયાન અનેક લોકો પ્રસંગમાં અને વસ્તુઓમાં ખૂબ જ અઢળક પૈસા ખર્ચ કરે છે. ત્યારે હાલમાં જ એક પરિવારે લગ્નની કંકોત્રિમાં ખર્ચો તો કર્યો પરતું આ ખર્ચો લેખે લાગ્યો કારણ કે, પરિવારે ખૂબ જ અનોખી કંકોત્રી છપાવી જેના લીધે સૌ કોઈ ચોંકી ગયેલા. ખરેખર આ કંકોત્રી સૌ કોઇ માટે પ્રેરણાદાયક સમાન છે.
સમયની સાથે બધું જ બદલાઈ છે.તેમ હવે લગ્નમાં લોકો કંકોત્રી પણ ડીજીટલ છપાવવા લાગ્યા છે, ત્યારે ભાવનગર શહેરના જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને વિક્રમભાઈ ડાભીએ પોતાના નાનાભાઈના લગ્ન ખૂબ જ અનોખી કંકોત્રી બનાવડાવી છે.આ લગ્નની કંકોત્રી ચકલીના માળા વાળી બનાવી છે. આપણે જાણીએ છે કે, લોકો લગ્નમાં હજારો રૂપિયાની કંકોત્રી બનાવતા હોય છે, ત્યારે ભાવનગરના એક પરિવારે એવી કંકોત્રી બનાવડાવી કે, તેનો સીધો ફાયદો ચકલીને થાય છે.
લોકોને લગ્નનું આમંત્રણ મળી જાય અને ચકલીઓને રહેવા માટે ઘર પણ મળી જાય. કહેવાય છે ને કે, જીવનમાં ક્યારેક સદ્દકાર્યો કરીએ તો તેનું અનંત ગણું પુણ્ય મળે છે. આ પરિવાર વિશે વધુ માહિતી જાણીએ તો ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા સરતાનપર બેઠકના ભાજપના સભ્ય વિક્રમભાઈ નાનજીભાઈ ડાભી પોતાના ઘરના પ્રસંગમાં પ્રકૃતિને બચાવવામાં ઉપયોગ કર્યો છે.
નાના ભાઈના લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યા છે. વિક્રમભાઈએ પોતાના ભાઈની કંકોત્રી ચકલીના માળા જેવી બનાવડાવી છે. આ કંકોત્રી એક ચકલીનો બની જાય અને ઘરમાં રાખી ટીંગાડી શકાય છે.આમ તો કંકોત્રી પસ્તીમાં જતી હોય છે ચકલીના માળાને ફરતે કંકોત્રી છાપી નાખવામાં આવી છે. ચકલીના માળા જેવી કંકોત્રી બનાવવા થી લોકોને પણ એક ઉત્તમ પ્રેરણા મળશે.
આ અંગે વિક્રમભાઈએ આવી કંકોત્રી મિત્રને ત્યાં જોઈ હતી જેને લીધી મને આ વિચાર આવ્યો છે. એમાંય હું પ્રકૃતિપ્રેમી છું, આ કંકોત્રીમાં વૃક્ષો, સ્વચ્છ ભારતના સંદેશો, પક્ષીઓના સંદેશાઓ આપવામાં આવ્યા છે. આ માટે તેઓ દરેક મહેમાનને કંકોત્રી આપતા સમયે તેનુ મહત્વ સમજાવી રહ્યાં છે, જેના લોકો વખાણ કરી રહ્યાં છે.
