Gujarat

પરીવાર મા લગ્ન પ્રસંગ માતમ મા ફેરવાયો ! લગ્ન પહેલા જ વરરાજા નુ કમકમાટીભર્યું મોત નિપજ્યું

પરીવાર મા લગ્ન પ્રસંગ માતમ મા ફેરવાયો ! લગ્ન પહેલા જ વરરાજા નુ કમકમાટીભર્યું મોત નિપજ્યું.વિધાતાના લેખ ક્યારેક એવા લખાયેલા હોય છે કે, જેમાં આપણે ક્યારેય મેખ મારી શકતા નથી.હાલમાં જ સરસ્વતી તાલુકાના વાહણા ગામના ઠાકોર પરિવારમાં લગ્નન નાં ગીતો ગુંજી રહ્યા હતા અને લગ્નની કંકોત્રીઓ મહેમાનોને પહોંચી ગઈ હતી પરંતુ કહેવાય છે ને કે, જીવનમાં ક્યારે કાળ સામે આવીને ઉભો રહી જાય કોઈ ન શકે. બસ આવું જ થયું ઠાકોર પરિવાર લાડકવાયા દિકરા સાથે. હજુ તો વરમાળા પહેરીને ઘોડી ચડીને પરણવા જાય એ પહેલાં જ અર્થી ઘરે થી નીકળી. પળભરમાં લગન ગીતો માંથી ઘરમાં મોતના મરશિયા ગવાયા.

ચાલો અમે આપને આ ઘટના વિશે વધારે માહિતી જણાવીએ.
હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે બાઈક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, આસેડા નજીક અચાનક બાઈક સ્લિપ થઈ જતાં બન્ને જણા રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ડીસા અને ત્યાર બાદ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા

સારવાર દરમિયાન જ બંનેનાં મૃત્યુ થયાં હતાં. જાણવા મળ્યું હતું કેઝ જભરતજી પ્રધાનજી ઠાકોરનું મહેસાણા ખાતે મંગળવારે રાત્રે મોત થયું હતું. બન્ને મિત્રનાં મોત થતાં વાહણા ગામમાં શોકની લાગણીઓ ફેલાઈ ગઈ હતી.અકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા અને પત્ની પિન્કીબેને તેમના પતિ ગુમાવતાં મા- દીકરો નોધારા બન્યાં હતાં. એકસાથે રોડ અકસ્માતમાં એક જ ગામના બે મિત્રનાં મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી.

સરસ્વતી તાલુકાના વાહણા ગામના ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બન્ને મિત્રો ધરપડા ગામે રવિવારે સાંજના સમયે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે ડીસા તાલુકાના ધરપડા- આસેડા એકમાર્ગીય રોડ પર પસાર થઈ રહ્યા હતા, એ સમયે અચાનક બાઈક સ્લિપ ખાઈ જતાં બાઈક પિલરે ટકરાતાં બાઈકચાલક અને પાછળ બેઠેલા બન્નેને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરેલ.

દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, 25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતા હતા અને સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં સોમવારે રાત્રે મોત થયું હતું, જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો, જેનું મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતું . હજુ આ યુવાનના ત્રણ બહેનો એક ઓ એક ભાઈ હતો અને હજુ તો લગ્નનો શરણાઈ ગુંજે એ પહેલાં જ તેનું નિધન થતા ગામજનો અને પરિવારજનો શોકમમાં મુકાઈ ગયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!