Gujarat

વેરાવળ પંથકમાં રજવાડી લગ્નોત્સવ યોજાયો, વેરાવળથી હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજાઓ તાલાલા પરણવા પહોંચ્યા જુવો…

હાલમાં જ્યારે ચોરેતરફ લગ્નનો માહોલ વર્તાય છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં લગ્ન નાં તસ્વીરો વાયરલ થઈ રહી છે.હાલમાં જ સોશિયલ મીડિયામાં થોડા દિવસો પહેલા જ ઉકાણી પરિવારના લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથના વેરાવળ શહેરના લગ્ન હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. રજવાડી રીતે ઉજવામાં આવેલ આ લગ્નની તસ્વીરો અને વિડિયો ખૂબ ન વાયરલ થઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય વાત નથી.

આ જાજરમાન લગ્ન આપણા સૌરાષ્ટ્ર પંથકમાં કોઈ પણ નહીં કર્યા હોય. આવા વૈભવશાળી લગન આહીર જ્ઞાતિના દીકરાઓનાં હતા. અમે આપને આ લગન વિશે સંપૂર્ણ માહિતી આપીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગીર સોમનાથના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવાનના બે પુત્રનો રજવાડી લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો. આ લગ્નમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા આવ્યા હતા.

આખું ગીર પંથક જોતું રહી ગયું, જ્યારે ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી! આ પહેલીવાર એવું બન્યું છે કે વેરાવળ શહેરમાં કોઈ આવી રીતે જાન લઈને આવ્યું હોય. વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઊપડી તાલાલા તાલુકામાં ઉતરાણ કરી માંડવે પહોંચી હતી.ખરેખર આવી રીતે જાજરમાન લગ્ન નો હિસ્સો બનવું એ મોટો લ્હાવો છે. કોઈ ફિલ્મી સેટ હોઈ એવી રીતે તો જાજરમાન ડેકોરેશન કરવાનમાં આવેલું તેમજ સંપૂર્ણ લગ્ન રાજાશાહી રીતે મનાવામાં આવ્યા હતાસૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, વેરાવળ તાલુકાના આજોઠા ગામે રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો.

આજોઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રનો શાહી લગ્નોત્સવ ઊજવાયો હતો. બન્ને વરરાજાની જાને આજોઠાથી હેલિકોપ્ટર મારફત પાડોશી તાલાલા ગીરના ઘૂસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું. ત્યાં બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. આ લગ્નમાં ગુજરાતનાં નામચીન કલાકારો ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રાસ ગરબામાં રંગત જમાવી હતી.

તેમજ જાનાનાં દિવસે રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે મંગલ પરિણયમાં સહભાગી થયા હતા. મ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જોડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. સમાજના આગેવાને ગામની શાળાના વિદ્યાર્થીઓનો પણ જમણવાર યોજી ભૂલકાંને હેલિકોપ્ટર નજીકથી જોવાનો-માણવાનો આનંદ આપ્યો હતો. સૌરાષ્ટ્રનાં ગીર જિલ્લામાં આવા લગ્ન ક્યારેય થયા નથી અને કદાચ આનાથી સવાયા કોઇ ભાગ્યે કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!