Gujarat

પ્રેમલગ્ન બાદ પતિએ તરછોડી દેતા, યુવતી મોતને વ્હાલું કરવા સાબરમતીનાં કુંદવા ગઈ પણ થયો આવો ચમત્કાર…દેવદૂત બનીને…

સાબરમતી રિવરફ્રન્ટ એ અમદાવાદનું હ્દય સમાન છે, ત્યારે આ સ્થાન ફરવા લાયક સ્થાનને બદલે સ્યુસાઇડ પોઇન્ટ વધુ બની રહ્યો છે, તમને જાણીને નવાઈ લાગશે કે અનેક લોકોએ સાબરમતીમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે. એક વર્ષ પહેલા જ આઇશા નામની યુવતીએ આ જગ્યા પર વીડિયો બનાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ દુઃખદ ઘટના ફરી એકવાર બની પરંતુ આ યુવતીના ભાગ્ય સારા કે એવો ચમત્કાર થયો કે તમે વિચારી નહિ શકો.

આ ઘટના અંગે અમે આપને વધુ માહિતી આપીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદની યુવતીએ આઇશાની જેમ રિવરફ્રન્ટના બાંકડા પર બેસીને વીડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ જીવન ટૂંકાવવા ત તેણે આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. ખરેખર આ યુવતીની જીવનરેખા લાંબી હશે કે, તાત્કાલિક જ એ સમય દરમિયાન ત્યાં બેસેલા યુવાનોને નજર આવતા તેમને યુવતીને કુદતા બચાવી લીધી હતી.

આ કારણે સ્થાનિક લોકોએ એ તાત્કાલિક જ પોલીસને જાણ કરી હતી. આત્મહત્યાના પ્રયાસની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફ્લો વોક-વે પર પહોંચ્યો હતો. યુવતીને સમજાવીને માધુપુરા પોલીસ સ્ટેશને લાવ્યા હતા. અને તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે યુવતીના પતિ સહિત સાસરિયાંઓ સામે ઘરેલું હિંસા અને શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!