લગ્નમા વાર ભલે લાગે પણ આવી કન્યા નો ગોતતા ! ભાવનગર ના યુવાન ને કન્યા સવા લાખ મા પડી…. જાણો પુરો કિસ્સો
હાલમાં એક એવો કિસ્સો બન્યો છે, જે દરેક યુવાનો માટે ખૂબ જ ચેતવણી રૂપ સમાન છે. વાત જાણે એમ છે કે, ભાવનગર ના યુવાન ને કન્યા સવા લાખમાં પડી! તમે વિચારશો કે આખરે આવી તે કેવી ઘટના? તો તમને જણાવી દઈ કે યુવાનને લૂંટીને યુવતી ભાગી ગઈ. ચાલો આ ઘટના વિશે વધુ માહિતી જાણીએ. આ ઘટના બની છે ભાવનગર શહેરમાં જ્યાં યુવાન સાથે નાં બનવાનું બની ગયું.
સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, યુવતી એ યુવકને આણંદ જિલ્લાના બોરસદ બનેજડા ખાતે લગ્ન કરવા બોલાવી મંદિરમાં ફુલહાર કરાવી સોના-ચાંદીના દાગીના મંગળસુત્ર મળી કુલ 1.34 લાખનો મુદ્દામાલ લઈને યુવતી ફરાર થઈ ગઈ હતી.આ ઘટના અંગે જાણીએ તો સીદસર રોડ પર રહેતા પ્રદિપ નરેન્દ્ર પરમારની દુકાનમાં વાળ કપાવવા આવતાં હિમ્મતભાઈના સાઢુ વેલજી ઉર્ફે નિખીલ કરશન પરમારે એપ્રિલમાં પ્રદિપના પિતરાઈ ભાઈ ભાવેશએ દિવજીભાઈનો સંપર્ક કરાવ્યો અને તેમને યુવાનો સંપર્ક સલીમ નામના વ્યક્તિ સાથે કરાવ્યો હતો.
યુવાન જેને મળ્યો એને યુવતી માટે સલીમભાઈનો ફોન નંબર આપ્યો હતો. આ વ્યક્તિએ ત્રણેક યુવતીના ફોટો મોકલ્યા હતા જેમાંથી એકને પસંદ કરી અને છોકરી જોવા બનેજડા આવજો એમ કહી બનેજડા બોલાવ્યા હતા ત્યાં તેમણે શ્રદ્ધા નામની એક છોકરી બતાવી હતી. જયાં તેના પરિવારના સભ્યોનો પરીચય કરાવ્યો હતો.
રૂ. 1.60 લાખમાં આ સગપણ નકી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચોથી મેના રોજ ફૂલહાર કરવાનું નક્કી થતાં ભાવનગરથી પરિવાર સાથે કાર ભાડે કરી તેના ગામની સીમમાં આવેલા બહુચર માતાજીના મંદિર લઈ ગયા હતા. જ્યાં યુવતી સાથે ફૂલહાર કર્યા બાદ તેમણે યુવતીને સોનાનું મંગળ સુત્ર અને ચુની તથા લગ્ન નિમિત્તે સલીમભાઈને રોકડા રૂપિયા 75 હજાર, છોકરીના મામા અરવિંદભાઈને 15 હજાર અને સલીમભાઈને 25 હજાર આપ્યા હતા.
લગ્ન પૂરા થયા બાદ વકીલ રીનાબેને લગ્ન રજિસ્ટર કરવા ખંભાત જવાનું કહેતાં જ યુવતીના મામા અરવિંદે રાલજ સિકોતર માતાના મંદિરે શ્રદ્ધાની બાધા હોય જવાનું જણાવી તેણીને કારમાં બેસાડી દીધી હતી. અને રાલજ પહોંચી મંદિરે દર્શન કર્યા હતા. જોકે, દર્શન બાદ યુવતીના કથિત મામા તેને બાઈક પર લઈ ગયા અને જ્યાં બાઈક ઊભું રાખી પ્રદિપને પાણીની બોટલ અને તમાકુની પડીકી લેવા મોકલી મામા યુવતીને લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ યુવાને તમામ હકીકત પોલીસને જણાવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના પરથી દરેક યુવાને એક વાત શીખવી જોઈએ કે લગ્ન માટે યુવતી પસંદ કરતા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવો અને સાવચેત રહો.
