આવા વર વધુ નહી જોયા હોય ! 54 ઈંચનાં દુલ્હા ને મળી એના થી પણ ઓછી નીચી દુલ્હન…જુઓ ફોટોઝ
આપણે જાણીએ છે કે, હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જ જોધપુરમાં એક ખૂબ જ અનોખા લગ્ન યોજાયા. આ લગ્ન વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. આપણે જાણીએ છે કે, આજના સમયમાં ઘણા એવા વ્યક્તિઓ હોય છે જે પોતાના જીવનસાથી ની રાહ જોઈ રહ્યા હોય છે, પરતું પોતાને યોગ્ય જીવન સાથી મળતા નથી.એવા દરેક વ્યક્તિ માટે આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયી સમાન છે.
આપણે જાણીએ છે કે, લગ્ન માટે જોડીઓ તો સ્વર્ગમાં જ નક્કી થઈ જાય છે, અહીંયા તો આપણે માત્ર અગ્નિની સાક્ષીએ એ ફેરા ફરીએ છે. જેનાં ભાગ્યમાં જ્યારે જીવન સાથી લખ્યું હોય ત્યારે. વ્યક્તિ ને પોતાનો જીવન સાથી મળી જાય છે. ભગવાન તમને કોઈ શારીરિક ખોટ આપે તો પણ તમારા અનુરૂપ તમને યુવતી પણ મળી જાય છે. હાલમાં જ એક વામનરૂપ વરરાજો અને નવવધુના લગ્ન થયા. આ લગન વિશે અમે આપને વધુ માહિતગાર કરીએ.
નવ યુગનની બંનેની ઉંચાઈમાં વરની54 ઈંચ હતી, જ્યારે કન્યાની 50 ઇંચ હતી. વરનું નામ પવન છે જ્યારે દુલ્હનનુ નામ શિવાની છે. બંને એ પ્રભુતામાં પગલાં માંડીને પોતાનું જીવન શરૂ કર્યું છે, ત્યારે હવે બને જીવન ભર સાથે રહેશે. વરરાજા વિશે જાણીએ તો વરરાજાની ઉંમર 29 વર્ષ છે. તે સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે કન્યા એક કલાકાર છે. તે પેન્સિલ સ્કેચ બનાવે છે. શિવાનીની પહેલી મુલાકાત માસીના ઘરે થઇ હતી.
પહેલી મુલાકાતમાં પ્રેમ થયો અને બંનેને એકબીજાનો સ્વભાવ ખૂબ જ ગમ્યો. પહેલા બંનેએ એકબીજા પાસેથી નંબર લઈને તેમની મિત્રતાને આગળ ધપાવી અને પછી જ્યારે તેઓ પ્રેમમાં પડ્યા ત્યારે તેમણે લગ્ન કર્યા. પવન અને શિવાનીએ 18 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમના નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.આ લગ્નને લઈને મહેમાનોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. દરેક જણ વર કન્યા સાથે સેલ્ફી લેવા માટે એકઠા થયા હતા. બીજી તરફ પવન અને શિવાનીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.