રાજકોટ મા એવા અનોખા લગ્ન નુ આયોજન થયુ છે તેમ જીવન મા ક્યારે જોયુ પણ નહી હોય અના સાંભળ્યું પણ નહી હોય
હાલમાં એક ખૂબ જ અનોખા લગ્ન જોવા મળ્યા છે,ખરેખર આ લગ્ન એવા છે કે,તમને પણ આશ્ચય થશે. આવી ઘટના ભાગ્યે જ ક્યારેક બનતી હોય છે, ચાલો અમે આપને આ ઘટના વિશેજણાવીએ.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,રાજકોટમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બન્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે ત્રણ દીકરીના લગ્ન થયા છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે, લગ્ન સંસ્કાર વિધિ મુજબ મંડપ રોપાયા, મહેંદી મુકાઈ અને પીઠી ચોળવામાં આવી હતી. સાથે જ શરણાઈઓ અને ઢોલ પણ ઢબૂક્યા હતા.આ તમામ પ્રસંગમાં કોઈ અવાજ કે ઘોઘાટ નહીંઆ તમામ વિવાહ વિધિમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણે જેમ પોતાના લગ્નમાં ડીજે અને ગીતો નાં સ્વર થી આંનદ લઈએ છીએ ત્યારે આવા લોકો તેમનો ભાષા દ્વારા સમજી શકે છે અને ખરેખર આવું કરીને એમની ખુશીમાં વધારો થયો છે.
લેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસમાં ભોગ બનેલી પીડીત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે વહિવટી તંત્ર સદા પ્રયત્નશીલ છે.આ દંપતિઓને એક લાખ રૂ.રુપિયા તથા 50 હજારની વિકલાંગ લગ્ન સહાય આપવામાં આવી છે.
નારી સંરક્ષણ ગૃહની દીકરીઓને લગ્ન કરાવવાની સાથે સાથે સરકારની કેટલીક યોજનાઓના લાભ પણ આપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા આ દિવ્યાંગ દંપતીને વિકલાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત એક વિકલાંગ દીકરીને 50 હજાર એમ થઈને કુલ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.આવું કામ ભાગ્યે જ કોઈ કરી શકે છે. આજના સમયમાં જ્યારે પોતાના લોકો મદદ નથી કરતી શકતા ત્યારે આવી સંસ્થાઓ દ્વારા ખૂબ ક ઉમદા કાર્ય કરવામાં આવે છે.જે સરહાનીય અને પ્રેરણાદાયક વાત છે.