સુરત મા વાછરડા અને વાછરડીના ધામ ધુમ થી લગ્ન કરવામા આવ્યા! જુવો ભવ્ય લગ્ન ની તસ્વીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેર સૌથી અલગ છે, અહીંયા અનેક એવા કાર્યો થાય છે, જે સૌથી અલગ તરી આવે છે.હાલમાં જ થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે, સુરત શહેરમાં ગૌવિવાહ યોજાવવાનાં છે. ત્યારે હાલમાં જ ઉત્તરાયણનાં દિવસે સૌ કોઈએ હિન્દૂ રિટીરીવાજ મુજબ વિધિવત રીતે લગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે ચાલો અમે આપને આ લગ્ન વિશે સંપૂર્ણ વિગતો જણાવીએ કે, કંઈ રીતે ગૌ વિવાહ યોજવામ આવ્યા હતાં.
એક તરફ લોકો પતંગ ચગાવવામાં મસ્ત હતા ત્યારે સુરતનાં અનેક શહેરીજનો યના વાછરડાં અને વાછરડીના ધામધૂમથી લગ્ન કરવામાં વ્યસ્ત હતાં. જેમ વ્યક્તિનાં લગ્ન થાય છે એનાથી વિશેષ સેંકડો મહેમાનોની હાજરીમાં, ઢોલનગારા અને ગોર મહારાજના મંત્રોચ્ચાર સાથે સાત ફેરા ફરીને પ્રભુતામાં પગલા પાડવામાં આવ્યા હતાઆ લગ્નમાંએટલે કે વાછરડી અમરોલીની અને વરરાજા સુરત જિલ્લાના લાડવી ગામનો.
વાછરડા અને વાછરડીના લગ્ન થયા અને કન્યાદાન પણ કરવામાં આવ્યું. વરરજાનું નામ શંખેશ્વર અને કન્યાનું નામ ચંદ્રમોલી છે. હર્ષ ઉલ્લાસ સાથે જાનેયાઓ વાછરડા શંખેશ્વરની જાન લઇને લાડવી ગામ પહોંચ્યા હતા. જાનૈયાઓનું સ્વાગત કરવા માટે કન્યા પક્ષના લોકો પણ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યા હતા..જંયતિભાઇની ગૌશાળાનો વાછરડો શંખેશ્વર અને અમરોલી વિસ્તારમાં આવેલી ગૌશાળાની વાછરડી ચંદ્રમોલીના ધામધૂમથી લગ્ન સંપન્ન થયા.
લાડવી ગૌશાળાના સંચાલક જંયતિભાઇ ભગતે કહ્યું કે ઉત્તરાયણના દિવસથી કમૂરતા પુરા થતા હોય છે અને આ દિવસને પવિત્ર માનવામાં આવે છે. ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ગૌદાનનું ખાસ્સું મહત્ત્વ છે એટલે મકર સંક્રાતિના દિવસે શંખેશ્વર અને ચંદ્રમોલીના લગ્નનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જંયતિભાઇએ કહ્યું કે કોઇ વાછરડા કે વાછરડીના ધામધૂમથી આ પહેલાં લગ્ન થયા હોય તેવું મારી જાણમાં નથી.
