લગ્નનામાં મિત્રએ આવી રીતે બચાવી વરરાજાની ઈજ્જત! મિત્રતાનાં દિવાના થયા લોકો.
આજના સમયમાં સોશિયલ મીડિયામાં લગ્નની અવનવા કિસ્સાઓ વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક બનાવ બન્યો જેના વિશે તમે જાણીને ચોંકી જશો. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી કારણ કે આ વાત ખૂબ જ રમુજી અને ચોંકાવી દેનાર છે. ખરેખર આ વાત ખૂબ જ રમુજી છે.જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમે પણ કહેશો કે શું ખરેખર કોઈ લગ્નમાં આવું કરી શકે ખરું? ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના શું છે અને ક્યાં કારણોસર આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
હાલમાં જ જ લગ્નનો માહોલ પૂર્ણ થઈ ગયો પરંતુ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. લગ્નમાં વરમાળા દરમિયાન દુલ્હા-દુલ્હનનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. આ દરમિયાન દુલ્હા-દુલ્હન બંનેના લોકો પૂરા ટશનમાં હોય છે. વરમાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો દુલ્હાના મિત્રના જોરદાર વખાણ કરી રહ્યા છે. ખરેખર લગ્નમાં આવા નાના મોટા પ્રસંગો જીવનભર યાદ બની રહે છે. આ ઘટના સાંભળતા તમને સામન્ય લાગે પરતું જ્યારે તમે જોશો ત્યારે તમને લાગશે કે ખરેખર આવી ઘટના આપણા પરિવારમાં બનવી જોઈએ.
લગ્નમાં પહેલાનાં સમયમાં વરમાળા સમયે, દુલ્હા-દુલ્હન તેમના ગળામાં માળા પહેરે છે અને દુલ્હન દુલ્હા પાસે જાય છે. પરંતુ હવે લોકોએ તેમાં પણ મજા મૂકી દીધી છે. દુલ્હનની એન્ટ્રીથી લઈને માળા પહેરાવવા સુધીની વાત જ કંઈક અલગ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનના પક્ષના લોકો દુલ્હનને તેના ખભા પર બેસાડીને સ્ટેજ પર લાવે છે. ખભા પર બેઠેલી દુલ્હન દુલ્હાને માળા પહેરવા ઇશારો કરે છે. આ સમયે બસ તેનો મિત્ર દુલ્હા સાથે ઉભો જોવા મળે છે. દુલ્હો તેના મિત્ર તરફ જુએ છે. આ દરમિયાન તેનો મિત્ર તેને ઉઠાવે છે અને દુલ્હનને માળા પહેરાવવામાં મદદ કરે છે. વીડિયોમાં વરરાજાનો મિત્ર શારીરિક રીતે કમજોર જોવા મળી રહ્યો છે.
આ વીડિયો life_navneet547 નામના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં 19 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, લગભગ 2 મિલિયન લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.ખરેખર આ વીડિયો ખુબ જ પ્રખ્યાત થઈ રહ્યો છે અને સૌ કોઈ વીડિયો જોનાર લોકો એ મિત્રના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મિત્ર ની લાજ બચાવવા માટે મિત્ર એ જે કર્યું એ કોઈ ભાગ્યે જ કરી શકે છે. ખરેખર આવું દ્ર્શ્ય લોકોના હ્દયને સ્પર્શી જાય છે.
View this post on Instagram
