રંગ મા ભંગ પડયો ! વરરાજો ફેરા ફરે એ પહેલા જ પોલીસ પહોંચી અને વરરાજા અને જાનૈયા રફુચક્કર થયા
હાલ લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જેમા ગોઝારા અકસ્માતો બન્યા હોય ત્યારે ફરી એક વિચીત્ર ઘટના સામે આવી છે જેમા એક વરરાજો અને જાનૈયા નો ભાંડો ફુટતા ની પહેલા જ લગ્ન મંડપ છોડી ને રફુચક્કર થયા છે. આ ઘટના પેટલાદ તાલુકાના નાર ગામે બની હોવાનુ જાણવા મળ્યુ છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર પેટલાદ ના નાર ગામ મા ફીલ્મી સ્ટોરી જેવી ઘટને સામે આવી હતી જેમા જેમાં આણંદથી એનઆરઆઈ યુવતીને પરણવા પેટલાદના નાર ગામે ગયેલો યુવક પરણવા ઘોડે ચઢ્યો અને એ જ સમયે એક યુવતીએ તેની પત્ની હોવાનું કહેતાં જ લગ્નમંડપમાં સન્નાટો વ્યાપી ગયો હતો. અને વરરાજો અને જાનૈયા રુફફુચકર થય ગયા હતા અને આ ઘટના ની જાણ પોલીસ ને થતા ની સાથે જ પીલસે આ મામલો થાળે પાડ્યો હતો જો કે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ ન હોતી નોંધાઈ.
આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે વર્ષ 2019માં લગ્ન કરનારી યુવતી અને યુવક ને સોશિયલ મીડિયામાં પરિચય થયો હતો. એ પછી તેમણે કોર્ટમાં લગ્ન કર્યા હતા. દરમિયાન, તેઓ છ મહિના સાથે રહ્યા હતા. એ પછી તેના પિતાનું મૃત્યુ થતાં તે તેના પિયર ગઈ હતી. દરમિયાન યુવકે સોશિયલ મીડિયા પર બીજી યુવતીનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. જયારે યુવતી ના પિતા અને યુવતી બીજા લગ્ન મા પહોચતા તો યુવકે ખોટા ડિવોર્સ પેપર રજૂ કર્યા હતા અને યુવતિ એ જણાવ્યું હતુ કે તેમના ડિવોર્સ થયા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન દરમિયાન યુવતીનાં પરિવારજનોએે વીસ લાખથી પણ વધુ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. એવું કહેવાય છે કે, છેલ્લાં ચાર દિવસથી તેમના ઘરે જમણવાર ચાલતો હતો. જોકે, ખર્ચાને લઈને યુવતીના અને યુવકના પરિવારજનો વચ્ચે ચડભડ પણ થઈ હતી. એવું કહેવાય છે કે, યુવતીનાં પરિવારજનોએ તેમની પાસેથી ખર્ચો પણ માંગ્યો હતો.