માતા ના જન્મ દિવસે જ દીકરા એ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ મા લખ્યુ કે ” હેપ્પી બર્થ ડે….
હાલ ના સમય જોઈએ તો આપઘાતનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે ખાસ કરીને યુવાનો મા આત્મહત્યા નુ પ્રમાણ વધારે જોવા મળી રહ્યુ છે અને હવે બાળકો પણ આપઘાત કરવા લાગ્યા છે ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના રાજસ્થાન ના બેહરોડમાં સામે આવી છે જેમા 15 વર્ષ ના વિદ્યાર્થી પોતાના માતા ના જન્મ દિવસ ના દિવસે જ આપઘાત કરી લીધો છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો રાજસ્થાન જિલ્લાના બેહરોડમાં આ ઘટના બની છે જેમા 15 વર્ષ ના એક વિદ્યાર્થી એ આપઘાત કરી ને પોતનું જીવન ટુકાવીયું છે. મૃતક સગીર નુ નામ રોહીત જણાવા મળેલ છે જે પોતાના માતા કંચન સાથે રહેતા હતો જ્યારે પિતા નુ થોડા વર્ષ અગાઉ મોત થઈ ચુક્યુ છે. જ્યારે માતા કંચન તેમના પતિના મૃત્યુ પછી કોટા પર હરિયાણા સરહદ નજીક ભગવાડી ખુર્દ ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક છે.
કેસની તપાસ કરી રહેલા એએસઆઈ રાજકમલ જબતેના જણાવ્યા અનુસાર, પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં રોહિતે મરતા પહેલા તેની માતા માટે કંઈક લખ્યું છે. કે મા હવે તને સ્કૂલે જવા માટે ક્યારેય મોડું નહિ થાય. હું તને દુનિયાની સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યો છું. બર્થડે ગિફ્ટ- હેપ્પી બર્થડે મમ્મી. એવું માનવામાં આવે છે કે માતા ઘણીવાર શાળાએ મોડી આવતી હતી. આ પાછળ રોહિત પોતાને જવાબદાર ગણતો હતો. જો કે, આ આત્મહત્યા પાછળનું મુખ્ય સ્પષ્ટ થયુ નથી.
ઘટના અંગે વધુ મા વાત કરીએ તો આ ઘટના ગઈ કાલે બની હતી જ્યારે રોહિતે આપઘાત શા માટે કરી લીધો ?? તે અંગે પોલીસ અલગ અલગ રીતે તપાસ કરી રહી છે જ્યારે ઘટના બની ત્યારે રોહીત ની માતા ઘરે હાજર ના હતી સ્થાનીક લોકો પાસે થી તેને આ વાત જાણવા મળી હતી જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ને રોહીત ની લાશ ને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.
