ચાલી ને માતાજી ના મઢે દર્શને જતા વખતે ટ્રકે અડફેટે લેતા મા અને દિકરા નુ એક સાથે મોત થયુ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર રોડ અકસ્તમાતના બનાવ બને છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ગંભીર રોડ અકસ્ટમાત સર્જાયો છે. ત્યારે ખરેખર આ ઘટના વિશે જાણીને તમારું હૈયુ કંપી ઉઠશે. ચાલો અમે આપને આ સમગ્ર ઘટના વિશે માહિતગાર કરીએ કે, આખરે બનાવ શું બન્યો હતો. આ ઘટના કોઈ સામાન્ય નથી. પરિવાર જનોમાં તો બસ આભ ફાટી પડ્યું છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે બનાવ શું બન્યો હતો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કચ્છની ભાગેડે સુરજબારી માળિયા ધોરીમાર્ગ પર આજે શનિવારે સવારે હરિપર બ્રિજથી આગળ હોટેલ હોનેસ્ટ પાસે માતાના મઢ તરફ પગપાળા આવી રહેલો એક પરિવાર પાછળથી ઘસમસતી આવતી માલવાહક ટ્રકની હડફેટે આવી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્તમાત એટલો કરુણ દાયક હતો કે, તમારું હૈયું દ્રવી ઉઠશે. ખરેખર આ ઘટના વિશે તમને જાણીને આંખમાંથી આંસુ આવી જશે.
આ ઘટનામાં પત્ની અને 4 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિને પ્રથમ મોરબી જે બાદ રોજકોટ વધુ સારવાર દાખલ કરવામા આવ્યા. પદયાત્રીઓને હડફેટે લીધા બાદ ટ્રક રસ્તાની ડાબી બાજુ પલટી ગઈ હતી.પરિવાર માતાના મઢ દર્શને પગપાળા ચાલતા નીકળ્યા હતા. જે હરિપર ગામના પાટિયા બાદ હોટેલ હોનેસ્ટ નજીક પહોંચ્યાં હતા તે દરમિયાન કચ્છ તરફ પાછળથી ગેસના પીળા રંગવાળા બાટલા ભરેલી બેકાબૂ ટ્રક નં જીજે12 બીવી 6382ની ઠોકરે ચડી ગયા હતા.
ઘાયલ પતિ હરપાલભાઈ ધમેચાની હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.અકસ્માતના પગલે ઘાયલ પિતા પુત્રને સારવાર માટે સુરજબારી ટોલ પ્લાઝા પરની હાઇવે ઓથોરિટીની અમ્બ્યુલન્સ દ્વારા મોરબી ખસેડવામાં આવ્યાં હતા, અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યાં હતા. ભગવાન મૃતકો ની આત્માનેશાંતિ આપે એજ પ્રાર્થના
