માતાજી ના ભક્તે અંબાજી માતાજીને લાખો રુપીયા નો સોના નો મુકટ અર્પણ કર્યો ! જુવો ખાસ તસવીરો
અંબાજી માતાજી નુ ધામ ગુજરાત જ નહી પણ સમગ્ર દેશ મા જાણીતુ છે અને કરોડો લોકો નો આસ્થા નુ પ્રતીક છે ત્યારે અનેક ભક્તો કાઈ ને કાઈ માનતા રાખતા હોય છે અને બાદ મા કામ થાય તો માતા ના ચડાવા સ્વરૂપે કાઈ ને કાઈ વસ્તુઓ ધરવામા આવતી હોય છે ત્યારે અંબાજી ધામ મા ભક્તો દ્વારા અનેક વખત સોંનુ ચડાવવા મા આવતુ હોય છે. ત્યારે તાજેતર મા જ એક ભક્તે સોના નો મુકટ અર્પણ કર્યો હતો.
જ્યેષ્ઠ માસના પ્રથમ દિને સુદ એકમે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચેનપુર ગામ ના એક માતાજી ના ભક્તે અંબાજી ધામ મા માતાજી ને એક સોના નો મુકટ અર્પણ કર્યો હતો. આ ભક્ત ના પરીવાર દ્વારા માતાજી ની પુજા અર્ચના કરવામા આવી હતી અને ત્યાર બાદ આ મુકટ માતાજી ના ચરણો મા અર્પણ કરવામા આવ્યો હતો. મુકટ ની વાત કરવા આવે તો રૂ.3,48,672 કિંમતનો 72.640 મિલીગ્રામ વજનનો આ મુકટ છે.
જે ભક્તે આ મુકટ અર્પણ કર્યો એ ભક્ત ધ્વારા નામ ન જાહેર કરવા અપીલ કરવા મા આવી હતી. આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ ભક્ત ધ્વારા માતાજી ને સોનુ અર્પણ કરવામા આવ્યુ હોય આ અગાવ અનેક ભક્તો એ માતાજી ને સોંનુ અર્પણ કરવામા આવ્યુ છે ત્યારે થોડા સમય પહેલા જ અમદાવાદ ના એક માઈ ભક્ત ધ્વારા માતાજી ને 500 ગ્રામ સોનુ અર્પણ કરવામા આવ્યુ હતુ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.