માતાજી નો ચમત્કાર?? ભક્તે માતાજી ને શ્રીફળ વધારતા અંદરથી એવી વસ્તુ નીકળી કે જોઈ સૌ કોઈ એ હાથ જોડી લીધા.
આ જગતમાં અનેક એવા ચમત્કાર બને છે કે, આપણે ક્યારેક અંચબામાં મુકાઈ જઇએ છીએ. આજે અમે આપને એક એવો જ ચમત્કાર કિસ્સો જણાવીશું. આ ચર્ચા હાલમાં કુતૂહલ નો વિષય બન્યો છે. આપણે જાણીએ છે કે અનેક શ્રદ્ધાળુઓ દેવી-દેવતાઓની પુરી શ્રદ્ધા સાથે બાધા માનતાં રાખતા હોય છે. માનતાં પરિપૂર્ણ બનતાં મનમાં સંકલ્પ કરેલો પ્રસાદ દેવી દેવતાને અર્પણ કરી પોતાની બાધા માનતાં પરિપૂર્ણ કરતા હોય છે.
હાલમાં જ એક ચમત્કારી કિસ્સો બન્યો. માતાજીને પ્રસાદ રૂપે ધરેલ શ્રીફળમાં એક અનોખું ચિત્ર જોવા મળ્યું. ચાલો આ ઘટબ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પાટણના શ્રદ્ધાળુ દિનેશ મકવાણાએ પોતાની મનોકામના પૂર્ણ બને તે માટે પાટણ નજીક આવેલા ધારપુરના સધી માતાજીના મંદિરે બાધા માનતાં રાખી હતી.
મંગળવારના પવિત્ર દિવસે તેઓ સધી માતાજી મંદિર પરિસર ખાતે શ્રીફળ ચડાવવા ગયા હતા. શ્રી ફળ વધારતી વખતે અનોખો ચમત્કાર જોવા મળ્યો.સધી માતાજીને ચઢાવવામાં આવેલું જે શ્રીફળ હતું તે શ્રીફળ વધેરતા તેમાંથી હંસ આકારનો અંદરનો ભાગ નીકળ્યો હતો. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા.
આસ્થા-ભક્તિ સાથેની દિનેશ મકવાણાની બાધા માનતાં પરિપૂર્ણ થતાં અને સધી માતાજી સન્મુખ વધેરવામાં આવેલા શ્રીફળમાંથી હંસ આકાર નીકળતાં મંદિર પરિસર ખાતે ઉપસ્થિત અન્ય ભક્તોએ પણ માતાજી સાથે શ્રીફળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હાલમાં જ આ ઘટના સૌ કોઈ માટે એક કુતૂહલનો વિષય છે. આ માત્ર એક ચમત્કાર છે કે માત્ર એક સંજોગ. માતાના ભક્તો માટે આ એક ચમત્કાર અને તેમની આસ્થાનું પરિણામ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.