માટલામાંથી પાણી પીવા બાબતે થયેલ દલિત બાળકની હત્યામાં આવ્યો વળાંક! બે ભાગમાં વહેંચાય ગયા લોકો અને કહ્યું કે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજસ્થાનના જાલોરમાં સુરાણા ગામમાં સરસ્વતી બાલ વિદ્યામંદિરના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરનારા 9 વર્ષના બાળક ઈન્દ્ર મેઘવાલનું મૃત્યુ મુદ્દો બની ગયું છે. સમગ્ર પ્રકરણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે એવું તે શું બન્યું છે કે આ ઘટના અંગે બે ભાગમાં વહેંચસાય ગયા છે લોકો. આ ઘટના હાલમાં સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલમાં ચર્ચાનો વિષય બની છે.
સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એક પક્ષનું કહેવું છે કે પાણીના માટલાંને સ્પર્શ કરવા બદલ શિક્ષક છૈલ સિંહે ઈન્દ્રને એટલો માર માર્યો કે તેનું મૃત્યુ થયું. બીજો પક્ષ તર્ક આપે છે કે સ્કૂલમાં કોઈ માટલું છે જ નહીં. પાણીની એક ટાંકી છે. તેમાંથી જ બધા પાણી પીવે છે. ઈન્દ્ર અને બીજા બાળકો ચિત્રકળાની બૂકને લઈને ઝઘડો કરી રહ્યા હતા એટલે શિક્ષક છૈલ સિંહે બંનેને ફડાકા માર્યા હતા.
મૃતકની માતા એ કહ્યું કે, જ્યારે ઈન્દ્ર સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, શિક્ષકના માટલાંમાંથી પાણી પીધું તો શિક્ષકે તેને માર માર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તેનો દીકરો સ્કૂલે જતો હતો, પણ ક્યારેય કોઈ ફરિયાદ કરતો નહીં. મારા પરિવારના બીજા બાળકો પણ આ સ્કૂલમાં જાય છે.ઈન્દ્રનો મોટો ભાઈ નરેશ પાંચમા ધોરણમાં ભણે છે. નરેશ અને ઈન્દ્ર સાથે જ સ્કૂલે જતા. નરેશે કહ્યું કે, એ દિવસે તે પોતાના ક્લાસમાં હતો. લંચ પછી ઈન્દ્રે તેને કહ્યું કે, શિક્ષકે તેને માર માર્યો છે. તેણે તેના પિતાને પણ આ વાત કરી. એ દિવસથી ઈન્દ્ર બીમાર પડ્યો અને સ્કૂલે નહોતો ગયો.
જાલોરના SP હર્ષવર્ધન અગ્રવાલે કહ્યું કે મર્ડર અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શિક્ષકની અટકાયત કરાઈ છે. સ્કૂલમાં પાણીની મોટી ટાંકી છે. તેમાથી બધા પાણી પીવે છે. માટલાંવાળી વાતની પુષ્ટિ નથી થઈ. જેના પર દલિત બાળકને માર મારવાનો આક્ષેપ છે તે શિક્ષક છૈલ સિંહે કહ્યું કે- બાળકો અંદરો અંદર ઝઘડો કરતા હતા. આના કારણે મેં તમાચો માર્યો. બાળકને કાનમાંથી રસી નીકળવાની સમસ્યા હતી. તેમણે માટલાંને સ્પર્શ કર્યો એટલે માર માર્યો તો વાતથી ઈન્કાર કર્યો છે.