ગુજરાત મા ગરમી ની વચ્ચે માવઠાની આગાહી ! 7 માર્ચે ગુજરાતના આ જીલ્લાઓ મા..
હાલ છેલ્લા થોડા દિવસોમા વાતાવરણ મા મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે જેમા દિવસે ગરમી નો પારો ચડ્યો છે જયારે રાત્રે અને વહેલી સવારે ઠંડી નો ચમકારો લોકો અનુભવી રહ્યા છે અને બેવડી રુતુ ને કારણે કયાંક ને કયાંક મચ્છી નો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે બેવડી રુતુ ના વચ્ચે હવામાન ખાતા એ એક મહત્વ ની આગાહી કરી છે જેના કારણે ખેડૂતો ની મુશ્કેલીઓ મા વધારો થયો છે.
હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણ મા પલ્ટો આવશે અને આગામી 7 માર્ચ ના રોજ ગુજરાત ના દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં માવઠા ની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્ય ના અનેક ભાગો મા ઠંડો પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે. રાજ્ય મા જો માવઠું થશે તો ખેડૂતો ના શિયાળુ પાક ને ઘણુ નકશાન થશે અને ખેડૂતો ની મુશ્કેલીઓ મા વધારો થશે.
જો વાત કરવામા આવે ગરમીની તો ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે બુધવારે રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે પવનો ના કારણે આગામી ત્રણ દિવસ ગરમી મા રાહત મળશે. અમદાવાદ મા મહત્તમ તાપમાન 35.0 અને લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું જો કે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધી રહ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, ઉનાળા ઋતુ શરૂઆત થતા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું .જેમાં માર્ચથી લઈને મેં મહિનામાં તાપમાન કેટલું રહેશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે.ત્યારે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે. માર્ચ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અત્યારે તાપમાન સામાન્ય છે. માર્ચના અંત સુધીમાં સામાન્ય રીતે 40 ડીગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે.