અમેરિકામા માયાભાઈ સહીત ના કલાકારો આવી રીતે કરી રહ્યા છે મોજ ! ડોલર નો વરસાદ અને…જુવો ખાસ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગીતાબેન રબારી હાલમાં અમેરિકામાં ગુજરાતી ગીતોમી રમઝટ દ્વારા ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે ખરેખર આપણે સૌ ને ગર્વ થાય કે વિદેશની ધરતી પર ગુજરાતીઓ સોળે કલા એ ખીલી ઉઠ્યા છે. આપણે એ વાત પણ જાણીએ છે કે, ગીતાબેન રબારીની સાથો સાથ ગુજરાતી કલાકાર માયાભાઈ આહીર પણ સુરીલા કંઠે ગુજરાતીઓને મોજ કરાવી રહ્યા છે. તેમની સાથે સની જાધવ પણ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે હાલમાં આ તમામ પળો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ખરેખર આ તમામ તસ્વીરો જોઈને ગર્વ થશે કે, વિશ્વમાં ગુજરાતીઓનો દબદબો કેવો છે.હાલમાં ગીતાબેન અને માયાભાઈ વિદેશની ધરતી પર અનેક શહેરોમાં ડાયારાઓ દ્વારા ગુજરાતી ગીતો અને સાહિત્યનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ તમામ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. માયાભાઈ આહીર વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છે કે કંઇ રીતે તેઓ આજે આ સ્થાન પર પોહચ્યાં છે. એક સમય એવો હતો જ્યારે તેમને કોઈ નોહતું ઓળખતું પરતું આજે તેઓ માત્ર ગુજરાતમાં નહિ પણ વિશ્વ ફ્લકે નામના મેળવી છે.
હાલાં સોશિયલ મીડિયામાં માયાભાઈ આહીર અમેરિકામાં યોજાયેલ ડાયરાઓની તસ્વીરો અપલોડ કરી છે, જેમાં તમે જોઈ શકો છો કે, કંઈ રીતે લોકોએ કલાકારો પર ડોલરોનો વરસાદ કર્યો છે. ડોલરની વાત આવી છે, ત્યારે જણાવીએ કે, હાલમાં જાણવા મળ્યું હતું કે, યુક્રેનના પીડિત લોકો માટે યોજાયેલ આ ડાયરામા ગીતાબેનના સુરીલા કંઠમાં મંત્રમુગ્ધ બનીને લોકોએ ડોલરોનો વરસાદ કર્યો છે. અત્યાર સુધીમાં પણ 3 લાખ કરોડ ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે સવા બે કરોડ જેટલી કિંમત. આ તમામ પૈસાઓ સેવા અર્થે વપરાશે. આ કારણે માયાભાઈ અને ગીતાબેન તેમજ સની ભાઈ ડાયરાઓ યોજી રહ્યા છે.
આ સરહાનીય ઘટના વિશે વધુ જાણીએ. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરત ગુજરાતી લેવા પટેલ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી લોકડાયરાનું આયોજન રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકો ત્યાં ઘર વિહોણાની સાથે ધંધા રોજગાર પણ પડી ભાગતાં પાયમાલ થઈ રહ્યા છે. રોજિંદા કમાતા લોકોની સ્થિતિ કફોડી હાલતમાં છે.
વડાપ્રધાનની આ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરીત થઈ અમેરિકામાં વસ્તા ચંન્દ્રકાંતભાઈ પટેલ, ઝેનભાઈ પટેલે અમેરિકામાં ભારતીય કાર્યક્રમ આયોજક ભાવનાબેન મોદીને વાત કરતાં તેમણે આ સેવાકીય કાર્યક્રમમાં સહયોગ આપવા ગુજરાતના લોક કલાકારો દ્વારા સેવાકાર્યમાં સાથ-સહકાર આપવાની ખાતરી આપતાની જ સાથે અમેરિકાના અલગ અલગ શહેરોમાં લોકડાયરો યોજાયેલ છે