ઓ હો માયાભાઈ ની મોજ જુવો ! હાલ આ દેશ ના પ્રવાસે છે માયાભાઈ આહીર…જુઓ તસ્વીરો
ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા માયાભાઈ આહીરને હાલમાં જ વિદેશનાં 34 જેટલા દેશોમાં 5000 સ્ટેજ પ્રોગામ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખરેખર માયાભાઇ અનેક દેશોમાં ગુજરાતી ગીતો અને ભજનોની રમઝટ બોલાવી છે, ત્યારે હાલમાં ફરી એકવાર વિદેશ પ્રવાસ પર પહોચ્યા છે. માયાભાઈ આહિર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, ત્યારે હાલમાં તેમને અમેરિકા પ્રવાસની તસ્વીરો શેર કરી છે.
આ પોસ્ટમાં તમે જોઈ શકો છો કે, માયાભાઈ આહીર એ અમેરિકામાં આવેલ આંબીકેશ્વર મહાદેવ અને માતા પાર્વતીના દર્શન કર્યા હતા તેમજ તેમણે રૂબી ફોલ્સ ની મુલાકાત લીધેલ અને આ તમામ રોમાંચક તસ્વીરો તેમણે સોશિયલ મીડિયામાં શેર કરી છે. ત્યારે ખરેખર આ તસ્વીરો જોઈને વિચાર આવશે કે હાલમાં માયાભાઈ આહીર અમેરિકા શહેરનો મોજથી આનંદ લઈ રહ્યા છે.
રૂબી ફોલ્સ સિવાય માયાભાઈ અહિરે Philadelphia સિટીની મુલાકાત લીધી હતી અને આ તસવીરો પણ તેમણે શેર કરી છે, ત્યારે આ તસવીરોમાં તમે જોઈ શકો છો
કંઈ રીતે તેમણે આલીશાન કાર સાથે પોઝ આપીને ફોટોશૂટ કરાવેલ તેમજ તેમણે આ આલીશાન કારની સફર પણ માણી હતી. આ તસ્વીરો તો પહેલા દિવસની છે અને આગામી સમયમાં અમેરિકામાં પ્રવાસની અનેક અપડેટ્સ અમે આપને આપતા રહીશું.
એક વાત તો સત્ય છે કે, ખરેખર માયાભાઈ નું નિખાલસ વ્યક્તિત્વ અને તેમની સાદગીનાં લીધે આજે ગુજરાતનાં લોકપ્રિય કલાકાર છે. આપણે જાણીએ છે કે, એક સમય એવો હતો જ્યારે માયાભાઈ ને કોઈપણ ઓળખતું નાં હતું પરંતુ તેમને આપમેળે મહેનત થકી પોતાનું નામ બનાવ્યું છે.
અને આજે ગુજરાત અને વિશ્વમાં માયાભાઇનાં નામનો ડંકો વાગે છે. ખરેખર માયાભાઈ આજે જે પણ સફળતા મેળવી છે, જીવનમાં તે માત્રને માત્ર પોતાની આવડત દ્વારા મેળવી છે અને એટલે આજે આવું સુખમય જીવન જીવી રહ્યા છે અને તેમના સંતાનો પણ પિતાના માર્ગે ચાલી રહ્યા છે.