Gujarat

માથાભારે તત્વો ત્રાસ થી યુવાને આપઘાત કરી લીધો ! જેરી દવા પિતા પહેલા યુવકે વિડીઓ મા કીધુ કે ” આ ચાર લોકો એ

હાલ ના સમય મા ગુજરાત મા આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે એમા પણ બેફામ બનેલા વ્યાજખોરો ના ત્રાસ થી ઘણા લોકો આત્મહત્યા કરી રહયા ત્યારે આવો વધુ એક બનાવ ખેંડા જીલ્લા મા સામે આવ્યો છે જેમા દીવાન તૌફીક નામના યુવાને આપઘાત કરી પોતાનું જીવન ટુકાવી લીધું હતુ. આપઘાત કરતા પહેવા દીવાન તૌફીકે વિડીઓ મા જણાવ્યુ હતુ કે નડિયાદ ખાતે નુ મકાન વ્યાજખોરે એ પડાવી લીધુ હતુ જ્યારે આ ઘટના અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

યુવાના ઝેરી દવા પીતા પહેલા પોતાની વેદના ઠાલવતા પહેલા એક વિડીઓ બનાવ્યો હતો જેમા જણાવ્યુ હતુ કે “મિત્રો, મારું નામ દિવાન તૌફીક છે. હું આ જિંદગીથી કંટાળી ગયો છું. આજે હું જે કામ કરવા જઈ રહ્યો છું, તેના માટે મારા પરિવાર કે સંબંધીનું દબાણ નથી, કે મારું ટોર્ચરિંગ નથી થયું. હું આ મારી મરજીથી કરી રહ્યો છું. હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છું. મારું નડિયાદનું મકાન છે તેમાં ત્રણ-ચાર લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી કરીને મારા પાસેથી દસ્તાવેજ કરાવી લીધો છે. મને લખીને આપ્યું છે કે અમે 35 હજારનો હપ્તો નાખીશું. દર મહિને તેઓ હપ્તો નથી નાખતા. મને બેંકની ત્રણ નોટિસ મળી ચૂકી છે. લાલજી ભરવાડ, ચીના ગાયકવાડ, આરિફ, સલમાન અન્સારી, વહિદા ખલિફા મને મારવાની ધમકી આપે છે. એ લોકો કહે છે કે અમે તને મારી નાંખીશું તો બેંક લોન માફ કરી દેશે. બાદમાં અમે તારું મકાન મફતમાં લઈ લઈશું. મને આપણા બંધારણ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા મોત બાદ મને ન્યાય મળશે. ગુનેગારોને સજા મળવાની જ છે.”

“જો સજા ન નહીં મળે તો મારી આત્માને ક્યારેય શાંતિ નહી મળે. મારી એક ઇચ્છા હતી કે હું જ્યારે પણ મરું ત્યારે મારું મોઢું હસતું હોય. મારા મોઢા પર ડર ન હોવો જોઈએ. જેટલી સારી જિંદગી હતી, હું જીવ્યો, મજા આવી ગઈ. હું તો વિચારું છું કે, લોકો કહે છે કે સાત જનમ હોય છે, હું કહું છું કે આગામી જનમમાં પણ મને આજ પરિવાર મળે. આ જ માતાપિતા મળે. આ જ ભાઈ અને બહેન મળે. મારા પરિવારે મને ખૂબ પ્રેમ કર્યો છે. હું મારા પરિવારથી ખૂબ ખુશ છું. મારા મોત બાદ મારા પરિવારને વિનંતી કે મારી પૂર્વ પત્નીને મારું મોઢું જોવા દેવું. જો એ નહીં આવે તો મારી આત્માને શાંતિ નહીં મળે. એ આવે તો તેને કોઈ કંઈ ન કહેશો.”

“મારા પર કોઈ દેવું નથી. મારા ઉપર 10 લાખનું દેવું હતું ત્યારે પણ હું ડર્યો ન હતો. 10 લાખ ખૂબ નાની રકમ છે. મારા પર લાખ-દોઢ લાખનું દેવું છે, પરંતુ હું દેવાને કારણે આપઘાત નથી કરતો. હું ડિપ્રેશનમાં આવી ગયો છું. એ લોકોએ મને ખૂબ ડરાવી દીધો છે. હું જિંદગીમાં પહેલીવાર આટલો ડરી ગયો છું. હું દેવાથી નથી ડર્યો. કાલે ઉઠીને કોઈ વાતો કરે કે તેના પર દેવું હતું એટલે મરી ગયો તો તે બધી વાતો ખોટી છે. 10 લાખના દેવામાં પણ મેં આપઘાત ન્હોતો કર્યો તો દોઢ-બે લાખ મામુલી રકમ છે. મેં જેમના પાસેથી પૈસા લીધા છે તે બધા મારા મિત્રો છે. કોઈએ મને ટોર્ચર નથી કર્યો. મારા મર્યા બાદ કંપનીમાંથી પૈસા આવે તે તમામને પરત કરી દેજો. મારા મિત્રોને સંદેશ આપું છું કે જીવનમાં ક્યારેય મારા માતા-પિતા, બહેન કે ભાઈઓને પૈસાની જરૂર પડે તો મારું મોઢું જોઈને આપજો. એવું સમજવું કે તમારી પાસે પૈસા લેવા માટે તૌફિક આવ્યો છે. કોઈના પૈસા ઉધાર નહીં રહે. અલવિદા દોસ્તો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!