Gujarat

ગુજરાતી અખબાર ના સમાચાર વાંચવા

શહેર અને રાજ્યો મા આપઘાત ના કિસ્સાઓ સતત બની રહ્યા છે અને આપઘાત નુ મુખ્યત્વે કારણ પણ એ હોય છે કે બેરોજગારી અથવા નાણાકીય ભીંસ ત્યારે કરી એક નાણાકીય દેવડ દેવડ બાબતે એક યુવકે મોત વહાલુ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે જેમા આપઘાત નુ કારણ નાણાકીય દેવડ દેવડ છે.

વડોદરા ના માંજલપુર ના 25 વર્ષ ના યુવાને બ્રીજ પર થી મહીસાગર મા છલાંગ લગાવી ને મોત ને વહાલું કરી લીધુ છે. આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર જીઆઈડીસી રોડ પર આવેલી પાર્થ ભુમી-2 સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પાટીલનો પુત્ર મુયર પાટીલ 8 નવેમ્બર ના રોજ ઘરે જમી ને 9:30 વાગે રાત્રે ઘરે થી બાઈક લઈ ને નીકળ્યો હતો જયારે બાદ પરત ના ફરતા પરીવારે શોધખોળ કરી હતી પરંતુ મયુર તો ના મળ્યો પરંતુ તેનું બાઈક વાસદ બ્રીજ પાસે થી મળી આવ્યુ હતુ.

વાસદ બ્રીજ પાસે થી બાઈક મળ્યા બાદ મયુર નદી મા ફુસકો માર્યો હોવાની શંકા ના આધારે રેલ્વે પોલીસે ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી અને પરંતુ લાંબી શોધખોળ અને સર્ચ ઑપરેશન કર્યા બાદ પણ મયુર નો પતો લાગ્યો નહોતો જ્યારે મયુર ના પિતા એ નિઝામપુરામાં દુકાન ચલાવનાર સંચાલકે રૂપીયાની લેતી-દેતી મામલે માનસીક ત્રાસ ગુજારતા પુત્રએ વાસદ બ્રિજ ઉપરથી મહિસાગર નદીમાં ભુસકો મારીને આપઘાત કરી લીધો એવો આક્ષેપ લગાવ્યો હતો.

લાંબી શોધખોળ ના અંતે મંગળવાર ની મોડી સાંજે કરી છતા લાશ મળી નહોતી જયારે 10 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યા ના સમયે લાશ નદી પર તરતીજ જોવા મળી હતી અને સ્થાનીક તરવૈયાઓ ની મદદ થી લાશ ને બહાર કાઢવામા આવી હતી અને વાસદ પોલીસે મયુર ના પરીવાર ને જાણ કરી હતી.

મયુર ના પિતા ના આક્ષેપ પર કંપનીના ડિસ્ટ્રીબ્યુટરની ના સંચાલકે મયુર પર સાડા ચાર લાખ રૂપીયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. મયુર છેલ્લા પાંચ વર્ષ થી ત્યા નોકરી કરતો હતો. જયારે મયુર પાસે કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી આ ઘટના અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!