તૃષા બાદ હવે વડોદરાની મીરા ની ઘાતકી હત્યા ! બેન ને છેલ્લો મેસજ કર્યો કે ” હુ સંદીપ સાથે છુ ચિંતા ના કરશો..
સુરત શહેર બાદ હવે વડોદરા શહેરમાં એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે. હાલમાં જ એક ખૂબ જ ઘાતકી હત્યા થઈ છે, જેના વિશે જાણીને ચોંકી જશો. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રેમ પ્રકરણનાં કારણે યુવતિની હત્યા કરવામાં આવી. આ ઘટના વિશે વધુ જાણીએ તો, સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, છેલ્લે યુવતી કહ્યું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ એવો મેસેજ કર્યા બાદ યુવતીની લાશ મળી આવી.
આ ઘટના વિશે વિસ્તુત માહિતી મેળવીએ તો જાણવા મળ્યું કે,
ધોરણ 12ની પરીક્ષા આપનાર યુવતીની ગાયબ થતા પરિવારજનો ચિંતિત થયા હતા. મીરા નામની યુવતી ખેતરમાં માતા-પિતા સાથે રહેતી હતી અને બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત સુધી પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરા ગુમ થઈ ગયાની અરજી આપી હતી. આ ઘટના દરમિયાન જ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી.
લાશના ફોટા પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જોવા મળતા તેઓ તિલકવાડા ખાતે દોડી ગયા હતા અને લાશની ઓળખ કરી હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે મીરાનો મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવીને તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. હજુ તો એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તૃષાની વડોદરા નજીક ક્રૂર હત્યા કરી હતી. આ બનાવ હજુ લોકોના માનસ ઉપરથી દૂર થયો નથી. ત્યાં વધુ એક યુવતી પ્રેમ પ્રકરણનો ભોગ બની છે.
, મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. તેને તાજેતરમાં મીરાએ તેની પિતરાઈ બેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. પાદરા રોડ ઉપર રહેતા સંદીપ મકવાણા નામના યુવાન સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મીરાની હત્યા કરનાર આરોપીની પોલીસ દ્વારા વહેલી તકે ધરપકડ કરવામાં આવે ને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે.મીરાનો મોબાઇલ ફોન મળ્યો ન હોવાથી પોલીસે ગુમ થયેલા ફોનની પણ તપાસ શરૂ કરી છે.
