ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ ! અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, કહ્યું કે નદી નાળા છલકાશે, પુરની સ્થિતિ સર્જાશે….
હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ફરી એકવાર હવામાન વિભાગે આગામી 5 દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સૌથી ખાસ વાત એ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, આગાહી પ્રમાણે 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આગાહી પ્રમાણે તા. 1 જુલાઈના રોજ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. તા. 5થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. હાલમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે ભારે વરસાદમાં ખૂબ જ સાવેચતી રાખવી જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
અતિ ભારે વરસાદ પુર જેવી પરિસ્થતિ પણ સર્જાય શકે છે તેમજ વીજળી થી પણ સાવચેત રહેવું જોઈએ કારણ કે પાણી ન કારણે જીવ જોખમમાં મુકાઇ શકે છે, ખરેખર હાલમાં ગુજરાત મેઘરાજા ભારે ગાંડાતૂર બન્યા છે, ત્યારે એક તરફ નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશહાલ છે તેમજ અનેક ગામોમાં પાણી આવી જતા લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.