Gujarat

ગુજરાતીઓ માથે મેઘરાજા નું સંકટ??? જુનાગઢ બાદ હવે આ ત્રણ જીલ્લાઓ મા પણ રેડ એલર્ટ…જાણો ક્યા ક્યા…

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ યથાવત છે, શનિવારના રોજ જૂનાગઢ ખાતે અતિભારે વરસાદ થવાના કારણે કાળવા બે કાંઠે વહેતી થઇ જતા જૂનાગઢ શહેર આખું જળમગ્ન બન્યું હતું અને જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદના કારણે અતિ તબાહી સર્જાયેલ હતી. હાલમાં જ હવામાન વિભાગ ( Meteorological Department ) દ્વારા વરસાદ અંગે વધુ આગાહી કરવામાં આવી છે. મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસ રહ્યા છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. (Heavy to very heavy rains in Saurashtra )આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.હાલમાં જ જાણવા મળ્યું છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જ જૂનાગઢ શહેર ( Junagadhcity )બાદ હવે રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ ( Meteorological Department ) દ્વારા જાણવા મળ્યું છે કે, નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે તેમજ અમદાવાદ શહેરમાં પણ અતિભારે વરસાદ થઇ શકે છે. નોંધવા જેવ વાત એ છે કે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની ( ambalalpatel )આગાહી પ્રમાણે 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. આગામી તા 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ તા. 26મી જુલાઈએ દરિયામાં ડિપ્રેશન સર્જાશે અને જેથી ભારે વરસાદ થઇ શકે છે. હાલમાં જૂનાગઢ શહેરમાં ( junagadh city ) જેવી હાલત થઇ તેવી જ રીતે અન્ય શહેરોમાં પણ મેઘરાજાનું સંકટ સર્જાય શકે છે, આ કારણે દરેક લોકોએ સલામત અને સાવચેત રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!