મેહુલ બોઘરા પર થયેલા હુમલા અંગે ઊંઝાના ધનજી પટેલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી વિષે એવું કીધુ કે….જુઓ વિડીઓ
સુરત શહેર પર આજે દરેક લોકોની નજર છે. મેહુલ બોઘરાની ઘટના હવે વાયુવેગે પ્રસરીને મોટું વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું છે. આ ઘટનાનાં પડખા હવે રાજકીય મુદ્દો બની ગયો છે અને આ ઘટનના પરોક્ષ રીતે હવે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી સુધી પહોંચ્યા છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, મેહુલ બોઘરા પર થયેલા હુમલાના વિરોધમાં ઊંઝાના ધનજી પાટીદારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી વિરુદ્ધ અભદ્ર ભાષામાં વાત કરી
મેહુલ બોધરા પર થયેલ હુમલાને લીધે અનેક લોકો સમર્થન આપી રહ્યા છે. ત્યારે હાલમાં મેહુલ બોઘરાને બદલે હવે ધનજીમાં ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે હાલમાં જ તેમણે બે દિવસ અગાઉ ફેસબુક લાઇવ કરી મેહુલ બોધરા પર થયેલા હુમલા મામલે સરકારને આડે હાથ લઇ ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ભાષામાં વાત કરી હતી. આ કારણે જ તાત્કાલિક જ મહેસાણા સાયબર ક્રાઈમે ધનજી પાટીદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ખાસ વાત એ જાણવાની કે આ ફરિયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કે હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
ધનજીભાઈ પાટીદાર અવારનવાર ચર્ચામાં આવ્યા છે, આ પહેલા પણ હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી લગાવીને ચર્ચામાં આવ્યો હતો. હાલમાં તેમને મેહુલને સમર્થન આપતા ધનજી પાટીદારો અત્યાર સુધીમાં 6થી 7 વીડિઓ અપલોડ કર્યા છે. દીવ્યભાસ્કરના અહેવાલો મુજબ પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું ધનજી પાટીદાર .અમે તો બોલીશું’ના પેજ પરથી લાઈવ કરી અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી.
હાથથી અભદ્ર ઈશારા કરી માતાઓ વિરુદ્ધમાં કલંકિત શબ્દોનો ઉપયોગ તેમજ જાહેર ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ વિરુદ્ધ અપાતીજનક શબ્દો બોલવા મામલે ધનજી પાટીદાર વિરુદ્ધ કલમ 153 (ખ), 294, 504, અને આઇટી એકટ કલમ 67 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.