Gujarat

મેહુલ બોધરાની ઘટના બાદ સુરત ટ્રાંફિક પોલીસ આવી એક્શન મોડમાં! 37 જવાનો સામે કરી આવી કાર્યવાહી…

સુરત શહેરના મેહુલ બોઘરા પર ટીઆરબી જવાને હુમલો કર્યો હતો. જેના પડઘા માત્ર સુરત સુધી સીમિત ન રહ્યા અને ગુજરાત ભરમાં આ ઘટના વાયુવેગે પ્રસરી ગઈ અને લોકો મેહુલ બોધરાના સમર્થનમાં પણ આવ્યા. કહેવાય છે ને કે, જ્યારે સુરત શહેરમાં કોઈપણ ઘટના ઘટે છે, તો તેના પડઘા ગુજરાતભરમાં પડે છે.

હાલમાં જ મેહુલ સાથે બનેલ આ ઘટનાને કારણે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. 37 ટીઆરબી જવાનો સામે એવા પગલા લીધા કે જાણીને ચોકી જશો. સુરતમાં ટ્રાફિક જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરવામાં વધુ વ્યસ્ત રહે તેવી ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે હાલમાં ટ્રાંફિક પોલીસ એક્શનમોડના આવી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા અને લાંબા સમયથી ફરજ પરત હાજર ન રહેતા TRB સામે કાર્યવાહી કરવામાં આવી છે.સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 37 જેટલા TRBને ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે.વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓ રાખીને ઉઘરાણા કરતા રહે છે.

મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલા બાદ પોલીસ વિભાગે ગંભીરતાથી આ દિશામાં એક્શન લેવાના શરૂ કર્યા છે.હાલમાં સૌ કોઈ ટ્રાફિક જવાનો ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસના કેટલાક જવાનોને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા છે. પરંતુ તે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા બધા જ જવાનો પાસે નથી. ટ્રાફિક પોલીસના જવાનો વાહન ચાલકો સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરતા હોય છે જેમને પણ સુધારવાની જરૂરિયાત જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!