એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલા મામલે મોટા સમાચાર ! હુમલો કરનાર સાજન ભરવાડ પર કોર્ટે….
સુરત મા તારીખ 18 ઓગસ્ટ ના રોજ એક ખુબજ ચકચાર મચાવી દે તેવી ઘટના બની હતી જેમા સુરત ના જાણીતા એડવોકેટ મેહુલ બોધરા ઉપર સાજન ભરવાડ નામના TRB જવાને ડંડા વડે હુમલો કર્યો હતો જ્યારે બાદ લોકો મા ખુબ રોશ જોવા મળ્યો હતો જ્યારે આ ઘટના એડવોકેટ મેહુલ બોઘરા એ ફેસબુક લાઈવ પણ કરી હતી.
જ્યારે હાલ આ ઘટના ને લઈ ને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમા જાણવા મળ્યુ હતુ કે સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી હતી પણ સુરત કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ ચુકાદા દરમિયાન કોર્ટે સાજન ભરવાડના જામીન નામંજુર કરી દીધા છે જેમાં મેહુલ તરફે સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકાર તરફે સરકારી વકીલ નીતિન ચોવડિયા હાજર રહ્યા હતા કેસમાં બંને પક્ષોની દલીલો બાદ કોટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આ કેસની તપાસ હાલ ચાલુ છે જેમાં ઊંડાણપૂર્વકની તપાસ થાય તે પણ જરૂરી છે માટે આરોપીની ઘટના સમયે હાજરી અને તેની સંડોળીને ધ્યાને લઈ આરોપી સાજન ભરવાડ જામીન માટે હકદાર નથી હાલમાં આ કેસની તપાસ ચાલુ છે ત્યારે જો આરોપીને જામીન ઉપર છોડવામાં આવે તો ટ્રાયલ ઉપર તે હાજર રહેશે નહીં અને પુરાવા સાથે ચેડચાર થાય તેવી સંભાવના છે તેવું ટાંકીને કોર્ટે આરોપી સાજન ભરવાડના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે મેહુલ બોઘરા પર થયલા હુમલા મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને વકીલ મંડળ મા પણ ખુડ રોષ જોવા મળ્યો હતો અને સુરત ના વકીલ મંડળ દ્વારા એવો નિર્ણય કરવા મા આવ્યો હતો કે સાજન ભરવાડ તરફ થી કોઈ એ કેસ ન લડવો પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. જયારે આ મામલે એડવોકેટ મિનેશ ઝવેરી ને વકીલ મંડળ માથી આજીવન સસ્પેન્ડ કરવા મા આવ્યા હતા.