Gujarat

સાસરિયાવાળાઓના ત્રાસથી યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું! બે પાંનાની સુસાઈડમાં જણાવી પોતાની આપવીતી…

ન્યૂઝ પેપર અને મીડિયામાં દ્વારા આપણને જાણવા મળતું હોય છે કે, સાસરિયાઓના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હોય પરંતુ હાલમાં એક એવી ઘટના બની છે કે, યુવકે પોતાના સાસરિયાવાળાના ત્રાસનાં લીધે આત્મહત્યા કરી લીધી.આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈએ આપઘાત બાદ ઘરમાં તપાસ કરતા બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. યુવકે પોતાના સાસરિયાઓને સંબોધીને અંતિમ શબ્દો લખ્યા હતા.

મૃતક વ્યક્તિ વિશે જાણીએ તોઅશોકના લગ્ન વર્ષ 2008માં ભારતી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તે બંને સાબરમતી ખાતે રહેતા અને અશોક અને તેની પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં નાના-મોટાં ઝઘડા ચાલતા હતા. છેલ્લા દોઢેક માસથી તેની પત્ની રિસાઈને તેના પિયરમાં જતી રહી હતી. જેના કારણે અશોકભાઈ તેમના ભાઈ ધીરજના ઘરે જમવા જતા હતા.

તા.16ના રોજ અશોક જમીને નીકળ્યો હતો પરંતુ સાંજે ઘરે મળી આવ્યો ન હતો. આ કારણે તેમના ભાઈ ધીરજે અશોક ઘરે જઈને તપાસ કરતાં તેણે ધાબાની સિલિંગ ઉપર લગાવેલી લોખંડની જાળી સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધાનું જાણવા મળ્યું હતું.

તપાસ કરતા ઘરમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અશોકે પોતાની આપવીતી લખી હતી. સુસાઇડ નોટના શબ્દો જોઈએ તો, “ધનોરા ગામના તમામને મારું કહેવાનું કે આમા મારા પરિવારનો કોઈ દોષ નથી. આમાં મારા સાસરી પક્ષનો વાંક છે. એમને એમની દીકરીને સમજાવી જ નથી, અંતે કોઈ સમજણ આપી હોત તો મારે આવું કરવાની જરૂર ન પડતી. હવે મારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી કરજે. મારી જોડે તારી ઈચ્છાઓ પૂરી નથી થતી. મારા વાઈફ અને મારા સાસરિયાના લીધે આવું પગલું ભરી રહ્યો છું. આમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. ગુડ બાય ભારતી. મારા મા બાપનો કે મારા ભાઈનો કોઈ વાંક નથી અને આ બધો વાંક તારો અને તારા ઘરનાનો છે.”

“તમે લોકો જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી કોઈ દિવસ શાંતિથી રહેવા દીધો નથી. મને તારા ભાઈ મહેશ અને ભાનુબેન, નંદુબેન અને અમારા ગામનો અરજણ તારા અને મારા વચ્ચે બહુ તકરાર પાડે છે. પણ ભગવાન તેમનું નહીં સારું થવા દે. ભારતી આમાં આપણી ઉપર જે પણ બોજો છે એમાં મારા ઘરનાની કોઈ જ જવાબદારી નહીં રહે, પૈસાનો બોજો તારો અને મારો છે એટલે આ બધા પૈસાની જવાબદારી મારા ગયા પછી તારી છે, આમાં મારા મા બાપ કે મારા ભાઈ ભાભીનો કોઈ જ ભાગ નહીં રહે. આ બધા પૈસા આપણે બે લાવ્યા છીએ.

આ તમામ હકીકત જાણ્યા બાદ મૃતકના ભાઈએ ધીરજભાઈએ લ અશોકની પત્ની ભારતી, સાળો મહેશ, સાળી ભાનુબેન અને સાળાની પત્ની નંદુબેન સોલંકી તથા અરજણ સહિત છ લોકો સામે ફરિયાદ આપતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. સુસાઈડ નોટ લખી હોવાથી તેના આધારે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!