પુરુષ ની ઊંઘ ઉડાડે દે તેવો કીસ્સો ! લગ્ન બાદ થયુ એવુ કે..
લૂટેરી દુલ્હનના અનેક બનાવ બને છે, ત્યારે હાલમાં ગુજરાતનાં અનેક શહેરોમાં આવી ઘટનાઓ સામે આવે છે.હાલમાં જ એક એવી ઘટના બની જેના લીધે દરેક પુરુષોની ઊંઘ હરામ થઈ જાય, જ્યારે આવો કિસ્સો સાંભળે! જે યુવકો અને પુરુષો લગ્ન કરવા માટે આતુર છે પરંતુ તેમને કોઈ યોગ્ય કન્યાઓ નથી મળતી એવા પુરુષો અને યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાલમાં જ દિવ્યભાસ્કર દ્વારા જાણવા મળ્યું હતું કે, લગ્નના એક દિવસમાં જ દુલ્હન 25 હજારલઇને ફરાર, 1.80 લાખની દલાલી આપીને લગ્ન કર્યા હતા.
ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ. આ ઘટના બની છેરાધનપુર ગામનાં યુવક સાથે. વાત જાણે એમ છે કે, યુવાન કુવારો હોવાથી કન્યાની શોધતો હતો. આ દરમિયાન સાંતલપુરના માલેગાવના નસરૂદ્દીન રમજાનભાઈ સીપાઈ દ્વારા યુવકને એક દલાલનો કોન્ટેક્ટ થયો હતો. તેના દ્વારા નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતુ અને રૂ 1.80 લાખ દલાલીનાં ચુકવ્યા.
આખરે બનાવ એવો બન્યો હતો કે, લગ્નના એક દિવસમાં જ દુલ્હન રોકડ 25 હજાર લઇને ફરાર થઈ ગઈ. જે લગ્નની પહેલી રાત્રે જ પતિને ચામાં ઘેનની દવા પીવડાવીને રફુચક્કર થઇ ગઇ છે. જોકે, આ અંગે હજુ કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. મહત્વની વાત એ છે કે દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન કરાવી આપ્યા હતા.
યુવક દુલ્હન સાથે 20 તારીખનાં રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સાંજના સમયે ભોજન કરી સુતા હતા, ત્યારે નીશા મરાઠીએ પતિને ચામાં ઘેનની દવા પીવડાવી સુવડાવી દીધો હોતો અને ઘરમાંથી 25 હજારની રોકડ લઇને ભાગી ગઇ હતી. સવાર આ વાતની જાણ થતાં જ યુવક ડઘાઇ ગયો હતો. જેને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, ઘરમાંથી મારા પાકીટમાંથી રૂ.25 હજાર અને એક મોબાઈલ લઇ ગઈ છે.