પુરુષો ની ઊંઘ ઉડાડે દે તેવો કીસ્સો ! સુરતના 49 વર્ષ ના વ્યક્તિ ને મહીલા સાથે વિડીઓ કોલ કરી 26 લાખ ગુમાવ્યા…
આજના સમયમાં સોશિયલ મીડિયા મિત્રતા કરવી અને ઓનલાઈન સાઇટ પર વાતચીત કરવી ભારે પડી શકે છે. પોલીસ દ્વારા પણ અનેક વખત ચેતવણી આપવામાં આવતી હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો બન્યાયો છે પૂરુષો ની ઊંઘ ઉડાડે દે તેવો કીસ્સો ! સુરતના 49 વર્ષ ના વ્યક્તિ ને મહીલા સાથે વિડીઓ કોલ કરી 26 લાખ ગુમાવ્યા. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના 49 વર્ષના પશુ નિરીક્ષક સાથે મધ્ય પ્રદેશની મહિલા એવો ખેલ ખેલ્યો કે તમે જાણીને ચોકી જશો.
ઘટના અંગે વિગતવાર જાણીએ તો 12 વર્ષથી અલગ રહેતી પત્નીને છૂટાછેડા આપી બીજા લગ્ન કરવા માંગતા 49 વર્ષના પશુ નિરીક્ષક સાથે છેતરામણી થઈ ગઈ. બીજા લગ્નના અભરખા રાકવામાં રૂ 26 લાખ ગુમાવ્યા. મધ્ય પ્રદેશના સતનાની મહિલાએ પોતે ત્યક્તા હોવાનો ડોળ કરીને રૂબરુ મળ્યા વગર જ પશુ નિરીક્ષકને લાખો રુપિયાનો ચૂનો ચોપડ્યો હતો.
, આ મહિલાએ પોતાની ઓળખ દિપ્તી ઉર્ફે દિવ્યા ગણેશ ત્રિપાઠી હોવાની આપી હતી. સાથે જ તે મધ્ય પ્રદેશના સતના જિલ્લાના બીરસીંગપુરમાં રહેતી હોવાનું જણાવી પરિચય કેળવ્યો હતો. થોડા સમય સુધી પશુ નિરીક્ષક અને સતના જિલ્લાની ચાલાક મહિલાએ એકબીજા સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં બને એકબીજા સાથે વિડીયો કોલ પર પણ વાતો કરતા હતા. થોડા સમય બાદ આ મહિલાએ પશુ નિરીક્ષકનો વિશ્વાસ કેળવી લીધો અને પોતે લગ્ન માટે તૈયાર હોવાની વાત કરી હતી.
લગ્ન માટેની તૈયારી બતાવીને આ ચાલાક મહિલાએ સૌથી પહેલાં મોબાઈલ ફોનની માંગણી કરી હતી. બાદમાં ધીરે ધીરે તેની માંગણીઓ વધવા લાગી હતી. મોબાઈલ ફોન બાદ લોનના હપ્તા, જ્વેલરી વગેરે સહિતના બહાના બતાવીને પશુ નિરીક્ષક પાસેથી રુપિયા માંગ્યા હતા.આઠ મહિનામાં પશુ નિરીક્ષકને રૂબરુ મળ્યા વગર જ આ મહિલાએ રુપિયા 26.47 લાખ જમા કરાવી લીધા હતા. બનાવ એવો બન્યો કે, મહિલા પશુ નિરીક્ષકે આખરે મળવા ન આવતા પોતે છેતરાયા હોવાનું જણાતા જે બાદ તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી.