Gujarat

પાકિસ્તાની દિકરીના લગ્ન માટે ગુજરાતના ગામના લોકોનો ફાળો જાણો અનોખા લગ્ન વિશે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જયારથી કમુર્તાનો સમયગાળો પૂર્ણ થયો છે ત્યારથી જ જાણે આખા પ્રદેશમાં લગ્ન ની મહેક પ્રસરી ગઈ હોઈ તેવું લાગે છે. લગભગ દરેક જગ્યાએ લગ્ન ગીતો સાંભળી રહ્યા છે. લોકોમાં લગ્નને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપણે સૌ જાણીએ છીએ કે લગ્નના આ પાવન અવસર પર અનેક યુગલો જીવનસાથી સાથે નવા જીવનની શરૂઆત કરે છે. લગ્નને લઈને વર અને કન્યા બંને પરિવારમાં હરખનો માહોલ હોઈ છે.

પરંતુ આ ખુશીના માહોલમાં પણ એક વ્યક્તિ સૌથી વધુ ચિંતિત હોઈ છે એ વ્યક્તિ કન્યા ના પિતા હોઈ છે. જો કે દિકરીના લગ્નને લઈને પિતા ઘણા ખુશ તો હોઈ છે પરંતુ પોતાની વહાલી દીકરી લગ્ન બાદ પોતાનાથી દૂર ચાલી જશે તેનું દુઃખ પણ હોઈ છે. તેવામાં દરેક પિતા એવી જ એવીજ ઈચ્છા રાખતા હોઈ છે કે લગ્ન સમયે પોતાની પુત્રીને કોઈ પણ તકલીફ ન થાય અને લગ્ન બાદ હંમેશા ખુશ રહે તેવા જ પ્રયત્ન કરે છે.

જો કે આવા સમયે સૌથી વધુ દુઃખ મજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતાને થાય છે કારણકે તેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેવામાં પુત્રીના લગ્નનો ખર્ચ અને અન્ય બાબત ને લઈને આ પિતા સતત ચિંતામાં રહે છે. પરંતુ કહેવાય છે કે જેનું કોઈ હોતું નથી તેના ભગવાન હોઈ છે. ભગવાન દરેક જરૂરિયાતમંદ વ્યક્તિની માટે પોતાના ખાસ માણસો મોકલી આપે છે. હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક આખા ગામે દિકરીના લગ્નનો ખર્ચ કરીને સમાજ માટે મિસાલ બનાવી છે.

આ બનાવ મહેસાણા પાસે આવેલા કુકસ ગામનો છે અહીં મૂળ પાકિસ્તના મીરપુર ના અને ખાસ હૈદરાબાદ રહીશ એવા લોકો આ વિસ્તારમાં આવીને મજૂરી કામ કરીને રહે છે. અહીંના ગામના લોકોએ અવાજ એક પાકિસ્તાની રેફ્યુજી પરિવાર ની દીકરીના સાથે મળીને લગ્ન કરવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાન દ્વારા અલ્પસંખ્યક હિંદુઓ પર ઘણો જુલ્મ કરવામાં આવે છે તેવામાં આ પરિવાર પણ પાકિસ્તાનના આવા જુલ્મને કારણે ત્રાસી ગયો હતો.

આ રેફ્યુજી પરિવારમાં રામીબેન ઠાકોર નામની એક યુવતીના લગ્નની ઉમર થતા તેમના પિતા ચેતન ભાઈને ચિંતા થવા લાગી કારણકે ચેતન ભાઈ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તેવામાં તેમની મુલાકત પાકિસ્તાનના રહેવાસી અંબાભાઈ રામસિંહ ઠાકોર સાથે થઇ અને પુત્રીના લગ્ન નક્કી કર્યા. તેવામાં લગ્ન નો સંપૂર્ણ ખર્ચ કુકસ ગામના લોકોએ ઉપાડવાનો નક્કી કર્યો કોઈએ ભોજન સમારંભ નો ખર્ચ કર્યો તો કોઈએ કરિયાવર તો કોઈએ રોકડ રૂપિયા આપ્યા આમ રાધન પૂર સુલતાન પૂર વડવાથી જાન આવ્યા બાદ સંપૂર્ણ હિન્દૂ રીતિ રિવાજ સાથે ભવ્ય લગ્ન કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!