India

માલદીવ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા નહીં પડે! આ જગ્યાએ આવેલું છે મીની માલદીવ જાણો શુ ખાસિયત છે…

આજના સમયમાં દરેક વ્યક્તિઓ બહાર ફરવા જવાની ઈચ્છા રાખે છે. ખાસ કરીને દરેક વ્યક્તિનું સપનું માલદીવ જવાનું હોય છે પણ માલદીવ જવાનું સપનું દરેક વ્યક્તિનું પુરૂ નથી થતું. જો તમે માલદીવ નથી જઇ શકતા તો તમારા માટે એક ખુશ ખબર છે કારણ કે આપણા ભારતમાં જ મીની માલદીવ આવેલું છે. ચાલો અમે આપને જણાવીએ કે, આ મીની માલદીવ ક્યાં આવેલું છે.

માલદીવ એક એવી જગ્યા છે લોકો માટે ડેસ્ટિનેશન પણ બની ગયું છે. લોકો અહીં હનિમૂન, હોલિડે અથવા વ્યસ્ત જીવનમાંથી બ્રેક લઈને આરામ કરવા જાય છે પણ ત્યાં જવું દરેક માટે શક્ય નથી. અમે આપને જણાવીશું ભારતમાં આવેલ માલદીવની વિશે. આ જગ્યા છે ઉત્તરાખંડના ટિહરીમાં. અહીં માલદીવ જેવી ભરપૂર મજા કરી શકો છો. આ સિવાય આ ટ્રીપ તમારા બજેટમાં પણ રહેશે.

તમને જણાવીએ કે, ઉત્તરાખંડમાં મિની માલદીવ ટિહરી બાંધ પર વસેલું છે. આ ગંગા નદી અને ભાગીરથી નદીની ઉપર બનાવવામાં આવ્યુ છે. આ જગ્યાને ‘ફ્લોટિંગ હટ્સ એન્ડ ઈકો રૂમ્સ’ પણ કહેવામાં આવે છે. આ જગ્યા થી કદુરતી દ્રશ્યો અને પર્વતોનો નજારો નિહાળી શકશો.

આ સિવાય તમે . નદીમાં સ્પેશ્યલ બોટિંગ, બનાના રાઈડ અને પેરાસેલિંગની મજા પણ માણી શકો છો. આ સિવાય તમે અન્ય કેટલાક વોટર ફન એક્ટિવીટી જેવી તમે કાયાકિંગ, બોટિંગ, જોર્બિંગ, બનાના વોટ રાઈડ, બેન્ડવેગન વોટ રાઈડ, હોટડોગ રાઈડ, પેરાગ્લાઈડિંગ અને જેટ સ્કીઈંગનો પણ આનંદ માણી શકો છો.

અહીંયા તમે તમારા પરિવાર, દોસ્ત અથવા પાર્ટનરની સાથે ફરવા આવી શકો છો. અહીંયા આવેલ ફ્લોટિંગ હાઉસ માટે બુકિંગ ખૂબ જ સરળ છે. આ માટે તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. ઘણી વેબસાઇટ્સ અથવા એપ્સ છે જેના દ્વારા તમે રૂમ બુક કરી શકો છો.તમે અહીં પહોંચવા માટે ફ્લાઈટ લઈ શકો છો. દેહરાદૂન એરપોર્ટ અહીંથી સૌથી નજીક છે. ઋષિકેશથી તમે અહીં પહોંચવા માટે બસ લઈ શકો છો. અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂનના ઉનાળાના મહિનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!