સુરત : મિત્રે મજાક મજાક મા યુવક ને પાછળના ભાગ મા કોમ્પ્રેસરથી હવા ભરી દેતા ગણતરી ની કલાંક મા મોત થતું…જાણો વિગતે
‘મિત્રતા’ એ એક એવો શબ્દ છે જેમાં આપણું આખું જીવન સંકળાયેલું હોય છે. કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોઈ કે તેને કોઈ મિત્ર નહીં હોય પણ ક્યારેક આવી મિત્રતા જીવ પણ લઇ લેતી હોય છે. એવામાં હાલ આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્રએ અજાણતામાં જ પોતાના જ મિત્રની કરુંણ મૌત આપી દીધું હતું. અમુક વખત મિત્રો વચ્ચે લડાઈ થવાને લીધે મૌતના કિસ્સાઓ બનતા હોય છે પરંતુ આ કિસ્સામાં બે મિત્રો વચ્ચે મસ્તીમાંને મસ્તીમાં જ ખસતું થયું હતું. આ મૃતકના મિત્રએ મજાકમાં ને મજાકમાં જ મૃતકના પાછળના ભાગમાં કોમ્પ્રેશરથી હવા ભરી દેતી મૌત નીપજ્યું હતું.
આ ચોંકાવી દેતી ઘટના મહારાષ્ટ્રના સાક્રિ તાલુકામાં આવેલ સડવેલ ગામમાંથી સામે આવી છે જ્યા સ્થાનિક કંપનીમાં નોકરી કરતા 20 વર્ષી તુષાર સદાશિવ નીકુંબનું નામના આ યુવકનું કરું મૌત નીપજ્યું હતું. 9 ડિસેમ્બરના રોજ 20 વર્ષીય તુષાર પોતાના મિત્ર હર્ષદ સાથે જમવા માટે બહાર ગયો હતો, જમવાનું પતાવ્યા બાદ બંને મિત્રો નવરા પડતા નવરા-નવરા એકબીજાની મસ્તી કરવા લાગ્યા હતા તે જ સમયે હર્ષદે મસ્તીને મસ્તીમાં જ એર કોમ્પ્રેશરનું પાઇપ તુષારના પાછળના ભાગમાં નાખીને હવા ભરી દીધી હતી.
મૃતકના પેટમાં હવા ભરાય જતા તેના આંતરડા ફાટી જતા તેની સ્થિતિ કથળી હતી, જે બાદ તેને તરત જ નંદુરબારની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો જ્યા હાલતમાં સુધારો ન થતા તુષારને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયો પરંતુ અફસોસ કે શનિવારના રોજ જ તેનું સારવાર દરમિયાન કરુંણ મૌત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો હતો.
મૃતકના પરિવાર વિશે વાત કરવામાં આવે તો મૃતક તુષારના પિતા ખેતીકામ કરીને ઘર ચલાવતા, પરિવારમાં તુષાર સિવાય એક પુત્રી પણ છે. એવામાં એકના એક સંતાનનું આવી રીતે મૌત થવાથી આખો પરિવાર હીબકે ચડ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર તબીબનું જણાવું છે કે તુષારના પેટમાં હવા ભરાય જવાને લીધે હવાના દબાવથી તેના આંતરડા ફાટી ગયા હતા, આથી તે મૌતને ભેટી ગયો હતો. દરેક વાલીઓ માટે અને આજના યુવકો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. તમારા દ્વારા કરવામાં આવેલી એક આવી મજાક કોઈ વ્યક્તિના ગઢપણનો સહારો છીનવી શકે છે.