ચાલુ ચાર્જીંગ એ મોબાઈલ ગેમ રમતો હતો
આજ ના સમય મા મોબાઈલ એ એક જીવન જરૂરીયાત ની વસ્તુ બની ગય છે એમા પણ કોરોના ના બાદ ઓનલાઈન એજ્યુકેશન ના લીધે બાળકો મા મોબાઈલ નો ઉપયોગ વધી ગયો છે. વાલીઓ ના પણ ના છુટકે મોબાઈલ આપવો પડે છે અને બાળકો અવનવી ઓનલાઈન ગેમોમા રમે છે અનેે ઘણી વખત તેના કારણે નુકશાન થયા ના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
ત્યારે તાજેતર મા જ એક ઘટના બની છે જે વાલીઓ માટે ચેતવણી સમાન કીસ્સો છે તેવુ કહી શકાય મહીસાગર ના બાલાસિનોર તાલુકાના વસાદરા મા એક ઘટના બની છે. જેમા 14 વર્ષિય કીશોર મોબાઈલ મા ગેમ રમી રહ્યો હતો અને સાથે ફોન મા ચાર્જીંગ પણ થય રહ્યુ હતુ આ દરમ્યાન મા મોબાઈલ મા ધડાકો થયો હતો અને ફાટ્યો હતો જેમાં કીશોર ના હાથ મા ઈજાઓ પહોચી હતી અને ડાબા હાથના આંગળી ઓ મા લધારે ઈજા પહોંચી હતી.
આવી ઘટના કોઈ પ્રથમ વખત નથી બની આ અગાવ પણ ચાર્જીંગ દરમ્યાન મોબાઈલ ફાટવાની ઘટના ઓ બની છે થોડા દિવસ અગાવ પણ એક યુવતી નો જીવ ગયો હતો. અને જો વાત કરવામા આવે ગેમ્સ તો હાલ મોબાઇલ મા અનેક એવી ગેમો આવે છે જેના કારણે બાળકો નુ ભણતર બગડે છે અને રુપીયા પણ બગડે છે.
ગુજરાતી અખબાર મા આપવામા આવતા દરેક સમાચાર અના લેખ અન્ય સોર્સ પર થી લેવા મા આવા છે કોઈ પણ માહિતી કેટલી સત્ય છે તેની જવાબદારી ગુજરાતી અખબાર લેતુ નથી. અમારો પુરતો પ્રયાસ છે કે આપને શ્રેષ્ઠ માહીતી પહોંચાડીએ.