માતાપિતા એ ખાસ વાંચવું! ફોનની બેટરી ફાટતાં છોકરાનાં લીવર અને ફેફસમાં થયું એવું કે..
આજના સમયમાં મોબાઈલ ફોન આજના યુગમાં જેટલો આશીર્વાદ રૂપ છે એટલો જ નુકસાનકારક પણ છે. ખરેખર આ વાત કોઈ સામાન્ય નથી. હાલમાં જ એક ફોનના લીધે એક બાળક નો ભોગ લેવાઈ જાત. આપણે જાણીએ છે કે બાળકો અવારનવાર ફોનમાં જ વ્યસ્ત હોય છે. ત્યારે આપણે જાણીએ છે મેં ફોન ની બેટરી ફાટવાની ઘટના બનતી હોય છે, પરંતુ હાલમાં એક ફોનની બેટરી ફાટવામાં લીધે એક બાળક નું લીવર સાથે એવી ઘટના બની કે સૌ કોઈ માટે આ ઘટના ચેતવણીરૂપ છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં મોબાઈલ બેટરી ફાટવામાં લીધે એક 12 વર્ષનો છોકરો મોત અને જીવન વચ્ચે લડાઈ લડી રહ્યો છે.ભગવાનને પ્રાર્થના કરીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. ખરેખર આ ઘટના આજના સમયમાં દરેક માતા પિતાઓ માટે ચેતવણીરૂપ સમાન છે. અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, બાળક ને રસ્તા પરથી એક બેટરી મળી હતી અને ઘરે જઈને તેને આ બેટરી ને ચલાવવાની કોશિશ કરી હતી.
છોકરાએ કર્યું એવું કે એક પોઇન્ટ થી બીજા પોઇન્ટ સાથે વાયર જોડી ને ધમાકો કર્યો હતો અને આ દરમિયાન બેટરી નો એક હિસ્સો બાળકમાં લિવરમાં ઘુસી ગયો હતો. આ સિવાય ફેફસા, પગ, મોઢું, અને પેટમાં ગંભીર ઇજાઓ થઈ છે. આ છોકરાનું નામ અફઝલ છે.હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે.લીવરમાં ઘુસી જવાને લીધે ઘણું લોહી વહી ગયું છે તેમજ ઓપરેશન ની જરૂર છે.
આપણે જાણીએ છે કે આ ઘટના લીધે તેનો જીવ પણ જાત પરંતુ હાલમાં તે મોત સામે જ લડી રહ્યો છે. આ ઘટના થી આપણે સૌ સલામતી અને સાવેચત થવું જોઈએ કારણ કે, આખી રાત ફોન ચાર્જમાં રાખવાથી પણ બેટરી ફાટી શકે છે અથવા આ સિવાય કોઈ પણ રીતે ફોન એ ખતરનાક રૂપ સાબિત થઈ શકે છે. તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખો કે આવા અખતરા ક્યારેય પણ ન કરે. આપણે પ્રાર્થના કરીએ કે આ બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય.