Gujarat

મુંબઈ ની એકટર હવે ગુજરાત ના આ ગામ મા સરપંચ ની ચુંટણી લડશે ! ચુંટણી લડવાનું કારણ એવુ…

ગાંધીજી બાપુએ કહ્યું છે ને ને, ભારતનું ભવિષ્ય ગામડાઓમાં ધબકે છે. ખરેખર ગામડાઓનો વિકાસ ખૂબ જ જરૂરી છે અને ગામડાનાં વિકાસમાં સૌથી મોટો ફાળો ગામના સરપંચનો હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું એક એવી યુવતી વિશે જે મુંબઈમાં એક સફળ અભિનેત્રી છે અને હવે તે ગામના સરપંચની ચૂંટણીમાં ઉભી રહી છે. એ વાત તો આપણે જાણીએ છે કે, હાલમાં સરપંચની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે અનેક યુવાનો અને યુવતીઓ તેમજ મોટે ભાગે અનુભવી વરિષ્ઠ લોકો ચૂંટણીમાં ઉભા રહેતા હોય છે.

આ તમામ ચૂંટણીનાં સમયગાળામાં મુંબઈ ની એકટર ગુજરાત નગામ મા સરપંચ ની ચુંટણી લડશે ! ચુંટણી લડવાનું કારણ એવું છે કે, તમને જાણીને આશ્ચર્ય થશે. વાત જાણે એમ છે કે,મુંબઈની મોડેલ તેના વતનમાં સરપંચની ચૂંટણીમાં મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે, ત્યારે કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા(નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે. એશ્રા પટેલ વર્ષોથી મુંબઇમાં રહીને મોડેલિંગ કરે છે અને લગભગ 100થી વધુ બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે મોડેલિંગ કર્યું છે.

ખરેખર આ વાત એક રીતે સારી કહેવાય કારણ કે જો કોઈ યુવા વયનું ઉમેદરવાર સરપંચ બને તો ગામનો વિકાસ પણ થાય અને ગ્રામજનોને ખૂબ જ ફાયદો થઈ શકે છે. આ યુવતી ભલે મોર્ડન વિચાર ધારાની અને આધુનિક યુગની હોય પરંતુ તેમને ને વાત કરી છે એ ખૂબ જ સ્વાભાવિક અને સત્ય છે. લોકડાઉનમાં માદરેવતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો અને લોકડાઉનમાં કેટલાક લોકોને કોરોના થયો અને આ દરમિયાન ગામની જે પરિસ્થિતિ જોઈ ત્યાર પછી તો તેને ગામના વિકાસનો વિચાર આવ્યો અને ગામમાં પણ વૃદ્ધઓ, મહિલાઓ અને બાળકો માટેનાં શિક્ષણ નો અભાવ જોયો અને પરિવર્તન લાવવાનો વિચાર આવ્યો.

યુવતી કહ્યું કે, મુંબઈ મને ઘણું બધુ આપ્યું છે, પણ મારી પહેલી પ્રાયોરિટી મારું ગામ જ હશે. જે લોકોને ઘર આપવાના છે તેમણે ઘર, રોજગારી નથી. તેઓને રોજગારી અપાવીશ, જે લોકોના બાળકો હેરાન થઈ રહ્યા છે. શાળાએ જવા સગવડ નથી તેઓ માટે સગવડ કરાવીશ. મારાથી જેટલી બનશે દુનિયામાં જેટલી સગવડ છે તે બધી જ સગવડ લાવવાનો પ્રયત્ન કરીશ.એશ્રા પટેલના પિતા નરહરી પટેલ, ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.ત્યારે હવે જોવાનું રહ્યું કે, ગામજનો એશાને સરપંચ તરીકે નિયુક્ત કરે છે કે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!