પી.એમ મોદી એ સૌરાષ્ટ્ર ના આ ખાસ બે વ્યક્તિની મુલાકાત કરી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ના પત્ની ચેતનાબેને કહ્યુ કે ” મારા જયેશ..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોદીજી હાલમાં ગુજ
રાતનાં પ્રવાસે છે, ત્યારે આ સફર દરમિયાન પી.એમ મોદી એ સૌરાષ્ટ્ર ના આ ખાસ બે વ્યક્તિની મુલાકાત કરી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ના પત્ની ચેતનાબેનને ખાસ વાત પણ કરી હતી. ચાલો આ ઘટના અંગે વધારે માહિતી જાણીએ.સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતા જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને કાઠિયાવાડી શૈલીમાં સંબોધન કર્યું હતું.
જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને તેમનાં માતા ચેતનાબેને ભારત માતાનું પેઇન્ટિંગ અર્પણ કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. એ વેળાએ ચેતનાબેને પીએમ મોદીને ટકોર કરી હતી કે જયેશનું ધ્યાન રાખજો અને મોદીએ પણ તેમને સકારાત્મક જવાબ આપ્યો હતો.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, નરેન્દ્ર મોદીના સ્વાગત સમયે ચેતનાબેને પુત્ર જયેશ રાદડિયાનું ધ્યાન રાખવા વડાપ્રધાનને કરી વાત કરી હતી. એ વખતે PM મોદીએ પણ તેમને હાથ જોડી, સકારાત્મક જવાબ આપી પરિવારના ખબરઅંતર પૂછ્યા હતા.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તમારી તબિયત સાચવજો અને પરિવારનું ધ્યાન રાખજો. આ ઉપરાંત PM મોદીએ જૂનાગઢના ભેંસણ તાલુકાના પરબધામના કરસનદાસ બાપુની સાથે ખાસ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણા ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા હતા ત્યારે પૂર્વ કોર્પોર્રેટર કશ્યપ શુકલ અને તેના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને તેમનાં પરિવારજનોના પણ ખબરઅંતર પૂછ્યા હતા.
જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને રાદડિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. અહીંની બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે.
જામકંડોરણા રાજકોટ જિલ્લામાં છે પણ ભૌગોલિક રીતે સાત જિલ્લાની સરહદ જામકંડોરણાને સ્પર્શે છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને ભાવનગર. જામકંડોરણા ત્રણ રીતે મહત્ત્વનું છે એટલે કદાચ નરેન્દ્ર મોદીએ સભા માટે આ સ્થળની પસંદગી કરી હોઈ શકે.