Gujarat

800 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહાકાલ લોકને મોદીજી કાલે દર્શન માટે ખુલ્લું મુકશે, જાણો કયા બન્યુ અને જુઓ તસવીરો

મોદીજીના રાજમાં ભારતને લીલા લેર છે! ખરેખર ભાજપ સરકારે અનેક હિન્દૂ ધર્મના મંદિરોનું લોકાર્પણ અને કાયાપલટ કરાવી છે. ત્યારે હાલમાં જ તા 11 ઓક્ટોબરના રોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમા મહાકાલ લોકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન  ‘મહાકાલ લોક’ના લોકાપર્ણ સમયે ઉજ્જૈનમાં 5 દિવસ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને ઉજ્જૈનમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો.

856 કરોડ રૂપિયાના ખર્ચથી શ્રીમહાકાલ લોક બનાવમાં આવ્યું છે, અને ઉજ્જૈનમાં ‘મહાકાલ લોક’ના લોકાપર્ણ ઇવેન્ટને શિવરાજ સરકાર તહેવારના રૂપે મનાવ્યુ હતું . રૂ 793 કરોડ રૂપિયાના મહાકાલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનાં કામોને લગભગ ફાઇનલ ટચ આપવામાં આવ્યો હતો.

આમાં મહાકાલ પથ, મહાકાલ વાટિકા, રુદ્રસાગર તળાવના કિનારાનું ડેવલપમેન્ટ સામેલ છે. પ્રોજેક્ટ બે રીતે તસવીર બદલશે. પહેલી દર્શનમાં સરળતાથી થસે. બીજી દર્શનની સાતે લોકો ધાર્મિક પર્યટન પણ કરી શકશે. કેમ્પસમાં ફરવા, રહેવા, આરામ કરવાથી લઇને તમામ સુવિધાઓ છે. મંદિરનું ક્ષેત્રફળ 47 હેક્ટર થયું છે.

પ્રોજેક્ટના લોકાપર્ણના અવસરે ઉજ્જૈન સમેત પ્રદેશના બધા જિલ્લાનાં મુખ્ય મંદિરોની સજાવટ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે મહાકાલ કોરિડોરનું લોકાપર્ણ શ્રદ્ધાનો વિષય છે. આમાં શહેરના પ્રત્યેક પરિવારને આમંત્રણ પત્ર આપવામાં આવશે. બધી દુકાનો અને ઘરોમાં રોશની કરવામાં આવશે. મુખ્ય ચાર રસ્તા અને સડકોને વિશેષ રૂપે શણગારવામાં આવશે. ખાસ જગાએ રંગોળી પણ કરવામાં આવશે જેથી એવું લાગી રહ્યું છે કે, ઉજ્જૈનમાં તો પહેલા જ દિવાળીનો ઉત્સવ આવી ગયો છે.

આવનાર દિવસોના ઉજ્જૈન આવનાર ભાવિ ભક્તોને મહાકાલ લોકના દર્શન થઈ શકશે. ખરેખર મહાકાલ લોક શરૂ થવાથી લોકી શિવની જીવન લીલાના પ્રસંગોથી ધન્યતા અનુભવશે. ખરેખર મોદીજીએ અનેક હિન્દૂ ધર્મના મદિરોએ ને નવું રંગરૂપ આપીને શ્રધ્ધાળુઓની આસ્થાનાં રંગરૂપમાં પોતાનો વિશ્વાસ રૉપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!