પોલીસ જવાન બન્યા ફરિશ્તા ! નાળામાં ફેંકેલ નવજાત બાળકીને આવી રીતે આપ્યું નવજીવન..
આજના સમયમાં લોકો સંતાન પ્રાપ્તિ માટે અનેક માનતાઓ અને સારવાર કરાવતા હોય છે, છતાં પણ માતા પિતા બનવાનું સુખ પ્રાપ્ત થતું નથી. આપણે જાણીએ છે કે, અનેક એવી ઘટનાઓ ઘટતી હોય છે કે કોઈ કારણોસર લોકો પોતાના નવજાત બાળકોને તરછોડી મૂકે છે, જેની પાછળ ક્યારેક તેમની કોઈ મજબૂરી હોય છે, અને ખાસ કરીને પ્રેમ સંબંધ લીધે રહી ગયેલ બાળક ને સ્ત્રીઓ પોતાનું કાળજું કઠણ કરીને પણ તરછોડી દે છે.
હાલમાં જ એક આવો અજીબ કિસ્સો અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. પોલીસ જવાન એ કરેલ આ સરહાનીય કાર્યની સૌ કોઈ એ નોંધ લીધી છે અને તેમના વખાણ પણ કરી રહ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બંદાયૂમાં બીએસએ કાર્યાલયના નાલા પાછળ એક નવજાત બાળકી હોવાની જાણ ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરેલ. ત્યારબાદ તેમને બાળકીની પ્રાથમિક સારવાર કરાવી અને આ પછી આ બાળકીને ચાઇલ્ડ લાઈનના સોંપવામાં આવી હતી.
તમને જાણીને આશ્ચય થશે કે આ બાળકી નવજાત હતી. ખરેખર આ બાળકને જન્મ આપનાર માતા પણ કેટલી નિર્દય હશે જેને આવી રીતે બાળકને નાળામાં ફેંકી દીધું. આ ઘટના અંગે પોલીસે એક ટ્વીટ કરી હતી. ટ્વીટ અનુસાર, આ નવજાત બાળકીને કોઇ પાણીના નાલામાં નાખી ગયું હતું. જયારે બંદાયૂ પોલીસના ઋષિ પાલને આ વાતની જાણ થઇ તો તુરંત જ ઘટના સ્થળે દોડી જય બાળકીને ખોળામાં ઉઠાવીને તેને હોસ્પિટલમાં લઇ ગયા અને હાલમાં બાળકી સ્વસ્થ છે
फरिश्ता बन कर पहुची #budaunpolice, @up100 में तैनात का० ऋषि पाल द्वारा नाले में अज्ञात नवजात बच्ची के पड़े होने की सूचना पर तत्काल बिना देरी किये मौके पर पहुँच कर बच्ची को गोद मे उठाकर अस्पताल में भर्ती कराया गया, बच्ची अब खतरे से बाहर #uppolice @dgpup @adgzonebareilly pic.twitter.com/OuRPYz86Bk
— Budaun Police (@budaunpolice) August 24, 2019
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
