શામીને ગદ્દાર કહેનારાઓ જાણવું જોઈએ કે દીકરી આઈસીયુમાં હતી અને શામી ભારત માટે બોલિંગ કરી રહ્યો હતો
આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાન સામે ની ક્રિકેટ મેચ મા હાર બાદ મોટો હોબાળો થયો છે કારણ કે વર્ષો બાદ પાકિસ્તાન સામે આપણે world cup મા હાર નો સામનો કરવો પડ્યો હતો જેના કારણે ક્રિકેટ ચાહકો એ ભારતીય ખેલાડીઓ પર રોષ ઠાલવ્યો હતો અને ખાસ કરીને મોહમદ શામી ને લોકો એ સોસિયલ મીડીયા પર ટ્રોલ કર્યો હતો કારણ કે શામી ની બોંલીગ મા વધારે રન ગયા હતા.
મોહમદ શામી ખાસ કરી ને ફેસબુક પર ટ્રોલ થયા બાદ ફેસબુકે ઘણી પોસ્ટ અને કોમેન્ટ ફેસબુક પર થી હટાવી દીધી હતી. ફેસબુક પ્રવક્તા નુ કહેવુ છે કે આ પ્રકાર ની વાત અમારા પ્લેટફોર્મ પર થવા દેવા માંગતા નથી અને આ પ્રકાર ની કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશુ. આ ઉપરાંત કેટલાક લોકો શમી ના સપોર્ટ મા આવ્યા હતા જેમા સચીને પણ એક tweet કરી ને શમી અને ટીમ ઈન્ડિયા ને સપોર્ટ કર્યો હતો.
વાત જો કરાવવામાં આવે શમી ના પ્રદર્શનની તો શામી એ 3.5 ઓવર મા 43 રન આપ્યા હતા અને વિકેટ લેવા મા નિષ્ફળતા મળી હતી આ ઉપરાંત અન્ય કોઈ બોલર ને પણ વિકેટ નહોતી મળી. શમી એ અત્યાર સુધી ઘણી મેચો જીતાડી છે જેમા ખાસ કરી ને મેન ઓફ ધી મેચ પણ રહયો છે ત્યારે એવી જ એક મેચ ની વાત કરીએ તો
2016ના ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે કોલકાતામાં બીજી ટેસ્ટ રમાઈ રહી હતી. તે વખતે ભારત વતી શામીએ બંને ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. ભારતે આ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. આ મેચ દરમિયાન શામીની પુત્રી આયરા આઈસીયુમાં હતી. 14 મહિનાની આયરાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.