આ કારણે મોના થીબા એ ફિલ્મો મા કામ કરવાનુ છોડ્યું? હાલ પતિ સાથે આવુ જીવન જીવી રહ્યા છે મોના થીબા..
ગુજરાતી સિનેમામાં અનેક અભિનેત્રીઓએ રાજ કર્યું છે, ત્યારે આજે આપણે જાણીશું અભિનેત્રી મોના થિબાના જીવન વિશે! ગુજરાતી સિનેમાના પ્રખ્યાત કલાકારો નરેશ કનોડિયા અને હિતેન કુમાર જેવા સુપર સ્ટાર સાથે કામ કરનાર મોના એ ગુજરાતી ફિલ્મોના અનેરૂ રાજ કર્યું હતું. તેમના જીવનની પહેલી જ ફિલ્મ થી તેને સફળતા મળી અને ત્યારબાદ ક્યારેય પાછળ ફરીને નથી જોયું ત્યારે ચાલો અમે આપને મોના થિબાના જીવન વિશે વધુ જાણીએ કે, કંઈ રીતે તેમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી અને હાલમાં કેવું જીવન જીવી રહ્યા છે અને તેમના જીવનસાથી કોણ છે?
મોના થિબાનો જન્મ 28 નવેમ્બરના રોજ થયેલ અને તેમના પોતા બાબુભાઈ થિબા ગુજરાતી ફિલ્મોમાં એડિટર હતા અને આજ કારણે તેમમાં ઘરમાં પહેલે થી જ ફિલ્મનો માહોલ હોવાને કારણે મોનાને અભિનય સાથે બહુ જ લગાવ હતો. ટૂંકમાં કહો તો જન્મજાત તેને અભિનયની કળા ભેટમાં મળેલ.10 ધોરણ પાસ કર્યા પછી મુંબઈ હિન્દી ફિલ્મોમાં કામ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી પિતા સમક્ષ પરતું તેમના પિતા એ ના પાડી જેથી તેમનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
કહેવાય છે ને કે, સમયની સાથે દરેક વ્યક્તિને બધું મળી જાય છે. તેમના પિતામાં મિત્ર મુકુંદ ભાઈ પટેલ મોનાને તેમની ફિલ્મ માટે પસંદ કરી અને મોના એ ગુજરાતી ફિલ્મ કોયલ ટહુકે આંબાની ડાળે દ્વારા થી ગુજરાતી સિનેમામાં આગમન કર્યું અને આ ફિલ્મ ખૂબ જ સફળ રહી અને મોના એ પહેલી ફિલ્મ દ્વારા સિનેમામાં નામમાં મેળવી લીધી. આ ફિલ્મ પછી તેમને અનેક ફિલ્મો કરી પરતું મળેલી સફળતામાં કાળો દાગ લાગી ગયો.
એક ફિલ્મના પ્રમોશન માટે મોના રાજકોટ જઇ રહી હતી એજ દરમીયામ તેમનું એક્સીડન્ટ થયું અને તેમને સર્જરી પણ કરાવી પડી અને આજ કારણે તેમના જુના ફિલ્મો માંથી રિપ્લેસ કરવામાં આવ્યા પરતું તેમને હાર ન માની અને ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું. અને ફિલ્મોની સફર દરમીયાન તેમને હિતુ કનોડિયા સાથે અનેક ફિલ્મો કરી અને આ જ દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં પડ્યા અને વર્ષ 2014માં કોર્ટમાં લગ્ન કર્યા.
લગ્ન બાદ માતા બનતા જ મોના એ સિનેમાની અલવિદા કહી દીધું અને પોતાનો ધ્યાન પોતાના દીકરાની પરવરીશ કરવામાં અને સાસુ સસરાની સેવામાં વિતાવવાનું નક્કી કર્યું. દિવ્યભાસ્કરનાં ઇન્ટવ્યૂમાં કહેલ કે, હું પણ એક જમાનામાં બબ્બે શિફ્ટમાં કામ કરતી. સવારે સાત વાગ્યે સેટ પર આવું. બે કે ત્રણ વાગ્યે હાલોલથી વડોદરા કે વડોદરાથી રાજપીપળાના ધક્કા મેં પણ ખાધા છે. આખો દિવસ તડકામાં ગીત માટે જરીવાળા કે વજનદાર કપડા પહેરીને નૃત્ય કર્યું.
સમયસર પતિનું ટિફિન બનાવું, સંતાનોનું હોમવર્ક જોવું, સાસુ-સસરાના સમય સાચવવા કે ઘરનું મેઈન્ટેનન્સ કરવું, કંઈ ઓછું કામ નથી. નોકરી કે વ્યવસાયનો નિશ્ચિત સમય હોઈ શકે, પરંતુ ગૃહિણીનું કામ તો ટ્વેન્ટી ફોર સેવન ચાલુ રહે છે. ખરેખર મોના એ પોતાનો પૂરતો સમય ઘર સેવામાં જ વિતાવ્યો પણ હાલમાં જ ઓહો પર રિલીઝ થયેલ ગુજરાતી વેબ સિરીઝ દ્વારા અભિનયની દુનિયામાં પરત ફરેલ અને આજના સમયમાં પોતાના દીકરા રાજવીર અને સાસુમા તેમજ હિતુ સાથે સુખી જીવન જીવી રહી છે.