હીતુ કનોડિયા અને પત્ની મોના થીબા એ ટમ ટમ…સોન્ગ પર જોરદાર રીલ બનાવી….જુઓ વિડીઓ
ગુજરાતી સિનેમામાં કનોડિયા ફેમેલી બૉલીવુડના કપૂર ફેમલીની જેમ છે. આપણે જાણીએ છે કે નરેશ અને મહેશની જુંગલબંધીએ ગુજરાતી ફિલ્મઇન્ડસ્ટ્રીમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને નરેશ કનોડિયાતો ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર ગણાય છે. આપણે જાણીએ છે કે, મોરના ઈંડાને ચિતરવા પડે એમ જ નરેશ કનોડિયાનો દીકરો હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિય અભિનેતા છે.
બાળપણથી લઇને આજ સુધી હીતુ કનોડિયા ફિલ્મ સાથે જોડાયેલા છે અને તેમની પત્ની મોના થીબા પણ ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી છે. હાલમાં જ આ બંને યુગલની રીલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. ભાગ્યે જ મોના થીબા લાઈમ લાઇટમાં રહે છે અને સોશિયલ મીડિયામાં પણ તે ઓ એક્ટિવ નથી પરંતુ હાલમાં જ તેમણે ટ્રેન્ડ થયેલ સોંગ ” ટમ ટમ ” ઉપર જબદસ્ત ડાન્સ કર્યો છે.
આ રીલ્સમાં તમે જોઈ શકો છો કે, મોના અને હિતુ કનોડિયાની જોડી વરસો બાદ તેમના ચાહકોને આ રીતે જોવા મળી છે. ફિલ્મોમાં તો તેમણે બંને સાથે ડાન્સ કરતા જોયા છે પરંતુ રિયલ લાઈફમાં તેમણે બંને આવી રીતે ડાન્સ કરતાં જોઈને તેમના ચાહકો પણ ખૂબ જ ખુશ થયા છે અને સૌથી ખાસ વાત એ છે કે, તમામ લોકો આ રીલ્સ પર ખૂબ જ વખાણ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મોના થીબાએ લગ્ન બાદ ગુજરાતી સિનેમામાંથી વિદાય લઇ લીધી હતી અને વરસો સુધી ફિલ્મી જગતની દુનિયાથી દૂર રહ્યા બાદ આખરે એક ગુજરાતી વેબ સિરીઝ દ્વારા કમબેક કર્યું હતું. હવે તેઓ ફરી એકવાર લાઈમ લાઇટમાં રહે છે તેમજ હિતુ કનોડિયા પણ હવે અર્બન ફિલ્મોમાં ધૂમ મચાવી રહ્યા છે અને હાલમાં જ તેમની વશ ફિલ્મ ખૂબ જ દર્શકોને પસંદ આવી છે. સૌથી ખાસ વાત એ કે, હીતુ કનોડિયા પૂર્વ ધારાસભ્ય પણ છે અને તેમને આ વર્ષે ટિકિટ ન મળતા હવે ફિલ્મોમાં સક્રિય થઈ ગયા છે.
View this post on Instagram