India

આ જગ્યા પર EDએ રેડ કરતા મળી આવ્યા નોટો ના મોટા મોટા ઢગલા ! આંકડો જાણી ચક્કર આવી જશે….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભારતમાં સૌથી વધારે ભષ્ટ્રચાર થાય છે, ત્યારે આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવશું કે, તમે વિચારતા રહી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ પશ્ચિમ બંગાળના કથિત SSC કૌભાંડમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન એજન્સીએ 20 કરોડ રૂપિયાથી વધુની રોકડ કબજે કરી છે. આ ઘટના આ અંગે અમે આપને વધુ વિગતો જણાવીએ.

ઇડીએ પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન અને બંગાળ પ્રાઇમરી એજ્યુકેશન બોર્ડની ભરતી સાથે સંબંધિત કૌભાંડના મામલામાં દરોડા પાડવામાં આવ્યા હતા.કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 20 કરોડ રોકડ SSC કૌભાંડના હોવાની આશંકા છે. પ્રાથમિક શાળામાં બિન-શિક્ષણ સ્ટાફ, શિક્ષકો અને શિક્ષકોની ગેરકાયદેસર નિમણૂક સંબંધિત કેસમાં ઇડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ તપાસ કરી રહી છે.

ઇડીના સાતથી આઠ અધિકારીઓ સવારે 8.30 વાગ્યે ચેટર્જીના નિવાસસ્થાન નક્તલા પહોંચ્યા હતા અને 11 વાગ્યા સુધી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો બહાર તૈનાત હતા. તેમજ એજન્સીના અધિકારીઓની બીજી ટીમ કૂચબિહાર જિલ્લાના મેખલીગંજમાં અધિકારીના ઘરે પહોંચી અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. મળતી માહિતી અનુસાર,અધિકારીઓએ શહેરના જાદવપુર વિસ્તારમાં સ્થિત પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના પૂર્વ અધ્યક્ષ માણિક ભટ્ટાચાર્યના ઘરે પણ દરોડા પાડ્યા હતા
.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!