સુરત SBIમાં બેદરકારી! ભરદિવસે ચોર કેબીનમાં ઘુસી પૈસા ચોરી ગયા! આટલા લાખની થઇ ચોરી જુઓ વીડિઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પૈસા ઘણા જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક વસ્તુઓ ખરીદવા માટે નાણા ની જરૂર પડે છે તેવામાં અમુક લોકો મહેનત કે પરિશ્રમ કરીને પૈસા કમાવવાનાં બદલે ખોટા કામો કરી અને અન્ય ના પૈસા પડાવી પડવાની કોસિસ કરતા હોઈ છે જેને લઈને આપણે અવાર નવાર ચોરી અને લુટ ની ઘટના વિશે સંભાળીએ છીએ. ચોરીની ઘટના ને લઈને અનેક વીડિઓ પણ સોસ્યલ મીડયા પર જોવા મળે છે.
તેવામાં હાલમાં પણ ચોરીને લઈને આવોજ એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં ચોર દિવસ ના સમયે બેંક માં કેશિયર ની કેબીન માં ઘુશીને પૈસા ની ચોરી કરતો જોવા મળે છે મળતી માહિતી અનુસાર આ ઘટના સુરત શહેરના મોરાભાગળ પાસે આવેલ રાંદેર વિસ્તારની એસબીઆઈ બેંકની છે કે જ્યાં ભરદિવસે ચોરીના કારણે હડકંપ મચી ગયો છે અને આ ચોરીને લઈને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઇ રહી છે.
જેમાં જોઈ શકાય છે કે બેંકમાં રોજની જેમ કામ શરુ છે અને અનેક લોકો ત્યાં હાજર છે તેવામાં બેંક ના સિનયર કેશિયર વિમળાબેન પટેલ પોતાના ટેબલ પર પાંચ લાખ રૂપિયા મુકીને પાસેના સીડીએમ માસીન પાસે જાય છે તેવામાં તેમની કેબીનમાં કોઈ હોતું નથી આ તક નો લાભ લઈને લોકોની વચ્ચે એક ચોર કેબીન માં ઘુસી જાય છે અને કેબીનનું ડ્રોવર ખોલીને આશરે ૧.૯ લાખ રૂપિયા ચોરીને ચાલ્યો જાય છે.
આ ઘટના બાદ બેન્કની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે જ્યાં જાહેરમાં એક યુવક આમ કેશિયર ના કેબીન માં ઘુસી જાય અને ડ્રોવર માંથી પૈસા લઈને ભાગી જાય છતા પણ કોઈને માહિતી મળતી નથી તેના કારણે સવાલો ઉઠી રહ્યા છે જોકે ઘટના ને લઈને પોલીસે ગુનો નોંધી ને તપાસ શરુ કરી છે. જે બાદ પોલીસે સીસીટીવી ચેક કરતા ચોરી માં ચાર થી પાંચ લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે કે જેઓ અનેક રિક્ષા બદલાવી ને કામરેજ ગયા હોવાનું જાણવા મળ્યું છે હાલમાં પોલીસ આરોપીને શોધી રહી છે.
સુરતમાં એસબીઆઈમાંથી ચોરીનો સીસીટીવી વીડિયો, ધોળે દિવસે 1.93 લાખનો હાથફેરો pic.twitter.com/YklATJdKk8
— News18Gujarati (@News18Guj) April 8, 2022
