આંબાલાલ પટેલ કરી આગાહી! આ સમયમાં ચોમાસુ લેશે વિદાઈ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણા સમય થી ગુજરાતમાં ભારે વરસાદ નું આગમન થયું હતું. ત્યારે ખરેખર આ ઘટના થી અનેક શહેરોમાં પુરની પરિસ્થિતિઓ સર્જાય હતી. ત્યારે હાલમાં જ છેલ્લા ત્રણ દિવસ થી ખૂબ જ અતિ ગંભીર પરિસ્થિતિઓ સર્જાય હતી. ત્યારે હવે ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.હાલના જ હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ આગાહીમાં જણાવ્યું છે કે, ચોમાસુ હવે ક્યારે વિદાઇ લેશે.
આ વર્ષે ચોમાસાની ઋતુમાં જેટલો વરસાદ નથી આવ્યો એટલો વરસાદ વર્ષનાં અંતમાં પડ્યો છે. ત્યારે હવે આખરે ચોમાસુ હવે વિદાઈ લેવાના એંધાણમાં છે. હવે ચોક્કસ પ્રકારના જીવ આકાશમાં ઊડી રહ્યા છે. જે ચોમાસાની વિદાયના સંકેટ આપી રહ્યા છે. આપણે જાણીએ કગે કે, જ્યાંથી વરસાદ મંડાય છે ત્યાંથી જ ખલાસ થાય છે. વરસાદ વાદળા વિદાય લઈ રહ્યા છે.
પાણી ઓસરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું છે. જામનગર રાજકોટ અને રાજકોટ ગોંડલ હાઈવે પર ધુમ્મસ જોવા મળ્યું છે.ધુમ્મસ અને વરસાદ સાથે ન હોઈ શકે. આ બધા ચોમાસું વિદાય લઈ રહ્યું છે એના ચિહ્ન છે. પૂર્વનો પવન ચોખ્ખો ન થાય ત્યાં સુધી થોડા વરસાદી ઝાપટાની શક્યતા રહે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનાં જણાવ્યા મુજબ હવે ઓક્ટોબરનાં અઠવાડિયામાં વિદાઈ લઈ લેશે.
ખેતી ક્ષેત્રમાંથી વાત કરીએ તો કઠોડને એકાએક ફાલ આવવા લાગે, વાયવ્યનો પવન આવતો બંધ થઈ જાય, આકાશનો રંગ રાતો થઈ જાય, કરોળિયાના ઝાડ, થોર, ખડ તથા ઘરમાં માળા બાંધવા લાગે, સુકા પવનો વહેવા લાગે એને ચોમાસુંની વિદાય માનવામાં આવે છે. આ રીતે ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. હવે જો વરસાદ થાય તો કમસોમી વરસાદ ગણાશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થશે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તા.15 સુધીમાં રાજ્યના કોઈ પણ ભાગમાં હળવા ઝાપટા પડી શકે છે.
સૂત્ર મુજબ તા.25 સુધીમાં તો ગરમીનો ફરી એક રાઉન્ડ શરૂ થશે. જ્યારે તા.20 અને 21 ઑક્ટોબરમાં હવામાનમાં પણ પલટો આવશે. આ હવાના દબાણથી રાજ્યના ઉત્તર પૂર્વ તથા અન્ય કોઈ ભાગમાં હળવા માવઠા પડી શકે છે.ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની ઘટ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. હવામાન ખાતાએ એવી સ્પષ્ટતા કરી છે કે, હવે ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, એટલે હવે કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. જોકે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે આમ પણ હવે ચોમાસુ વિદાઈ લઇ એવી જ સૌ કોઈની આશાઓ છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ હર્ષની છે.
