અંબાલાલ પટેલે જણાવ્યુ કે ચોમાસુ સુરત ક્યારે પહોંચશે?? રોહીણી નક્ષત્ર પરથી…
ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી.હાલમાં દિવસે ને દિવસે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે હાલમાં જ ચોંકાવનારી આગાહી સામે આવી છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે. અંબાલાલ પટેલની કરેલી આગાહી પરથી જાણીએ કે આખરે ક્યારે ચોમાસુ શરૂ થશે.
સામન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે.
મુંબઈમાં 10મી જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે. બીજી તરફ 15 જૂન સુધીમાં સુરતની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. 20મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્ર વરસાદ અંગે સૂચન કરતું હોય છે. આ વર્ષે કેરળમાં 27મી મેથી પહેલી જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. ગુજરાતમાં પણ વરસાદનું આગમન થતું હોય છે.
આ વર્ષે પણ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, આખરે હવે આ વર્ષે ચોમાસુ કેવું સફળદાયી નીકળે છે. ખરેખર આ ઘટના ને લઈને ખેડૂતોમાં પણ રાહત મળી છે, ત્યારે લોકોને પણ ગરમીમાંથી છુટકારો મળશે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,કેરળમાં આ વર્ષે 27મી મેની આસપાસ નૈઋત્યના ચોમાસા આગમન થઈ શકે છે.